તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ શહેરમાં 1800 હોસ્પિટલ, માત્ર 800માં જ ફાયર સેફ્ટી સિસ્ટમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  શહેરમાં ફાયર સેફ્ટીના અમલના મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યો હોવા છતાં હજુ આ જોખમી રહેણાંક કે કોમર્શિયલ તો ઠીક પણ હોસ્પિટલોમાં પણ તેનો અમલ થતો નથી. કમનસીબીની વાત છે કે, શહેરમાં લો-રાઈઝ અને હાઈરાઈઝ મળીને કુલ 1800માંથી  માંડ 800 હોસ્પિટલ પાસે જ ફાયર વિભાગની એનઓસી છે. અર્થાત્ 1 હજાર હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ જ નથી. 
 
ફાયર વિભાગે એનઓસી આપી છે તેવી હોસ્પિટલોની ફાયર સિસ્ટમ પણ કામ કરે છે કે નહીં તે તપાસનો વિષય છે. તેમની પાસે ફાયરનું પ્રમાણપત્ર છે. ખુદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલ પાસે ફાયર વિભાગની એનઓસી છે પણ અહીં સિસ્ટમ કાર્યરત નથી. 

સિવિલ અને સોલા હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ
 
સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ છે. છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. છેલ્લા  દસ  વર્ષમાં  68  હોસ્પિટલમાં  આગની  ઘટનાઓ  છતાં ફાયરના નિયમો નેવે મૂકાયા છે. તાજેતરમાં જ સાલ હોસ્પિટલમાં આગ લાગી હતી અને કલાકો બાદ તેના પર કાબૂ મેળવી શકાયો હતો. સદભાગ્યે જાનહાનિ ટળી હતી. પણ આ રીતે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અમદાવાદમાં સામાન્ય થઈ ગઈ હોવા છતાં ભલામણ અને વગ વાપરનારી હોસ્પિટલો ફાયર સિસ્ટમ કાર્યરત કરતી નથી. ઉચ્ચકક્ષાએથી ભલામણ હોવાના કારણે ફાયર વિભાગ પણ કોઈ કડક કાર્યવાહી કરતા નથી. 
 
આગળ વાંચો, 29 હોસ્પિટલને એક વર્ષમાં NOC