તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ નિ: શુલ્ક ‘એસઓએસ’ એપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદની મહિલાઓ નવરાત્રીમાં કોઇ પણ ડર વગર ફરી શકે અને ઓચિંતાની સુરક્ષાલક્ષી મદદની જરૂર પડે તો ફોનમાં ફક્ત એક બટન દબાવતાની સાથે ગણતરીની મિનિટમાં પોલીસ આવી ચઢશે. સિનિયર સિટિઝનો, મહિલાઓ, બાળકોની સુરક્ષા માટે ખાસ પ્રકારના જીપીએસ સિસ્ટમથી સજ્જ મોબાઈલ ફોન તેમજ ડિવાઈસ તૈયાર કરતા સોમચંદ ડોશાભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે નવરાત્રી પૂરતુ મહિલાઓ માટે તદ્દન ફ્રી એપ સેવા શરૂ કરવામાં આવી છે.

સ્માર્ટ ફોન ધરાવતી કોઇ પણ મહિલા કે યુવતીએ તેના મોબાઈલ ફોનમાં (somchandtrust.org/nirbhaya) લખવાથી ટ્રસ્ટની સાઈટ ઓપન થશે. જેમાં ‘nirbhaya ’ઉપર ક્લિક કરવાથી એસઓએસ સિસ્ટમ ડાઉનલોડ થઇ જશે. આ વિશે ટ્રસ્ટના સંચાલક રાગેશભાઇ શાહે જણાવ્યું હતું કે અમારી સંસ્થા મોબાઈલ સહિતની 10 ડિવાઈસ પૂરી પાડે છે. જેના વપરાશ માટે જે-તે વ્યક્તિને મહિને રૂ . 500 ચૂકવવા પડે છે. પરંતુ નવરાત્રીમાં મહિલા-યુવતીઓની સુરક્ષા માટે આ વખતે ટ્રસ્ટ દ્વારા મફતમાં સેવા આપવામાં આવશે.

ફોર્મ કે રજિસ્ટ્રેશનની ઝંઝટ નહીં

નવરાત્રી પૂરતી સેવાનો લાભ લેનારી મહિલાઓએ ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરવાનું નથી. ફક્ત એપ ડાઉન લોડ કર્યા બાદ સ્ક્રીન ઉપર આવનારા સિક્યોરિટી કોડને સ્વીકારવાનો રહેશે. આમ કરવાથી તે નંબર ટ્રસ્ટના કંટ્રોલની સિસ્ટમમાં ઓટોમેટિક સેવ થઇ જશે. જીપીએસની જરૂર નથી.

છેડતી -દુષ્કર્મની ઘટનાઓ અટકશે

નવરાત્રીમાં મોડી રાત સુધી યુવતીઓ અને મહિલાઓ એકલી ફરતી હોય ત્યારે તેમની છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ ભૂતકાળમાં બની છે. આ એપથી એસઓએસનું બટન દબાવીને જ પોલીસની મદદ મેળવી શકાશે.
આગળ વાંચો, SOSનું લાલ બટન દબાવવાથી ત્વરિત સુરક્ષા મળશે
અન્ય સમાચારો પણ છે...