તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: જીવનસંધ્યા વૃદ્ધાશ્રમનાં 100 વડીલો વિમાનની મુસાફરી કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે આવેલા જીવન સંધ્યા  વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી અને પ્રખર સમાજ સેવક ફરસુભાઇ કક્કડનું સ્વપ્ન હતું કે વૃદ્ધોને વિમાનની મુસાફરી કરાવવી. ફરસુભાઇના અવસાન સમયે શબવાહીની લઇને આવેલા ડ્રાઇવર કમ સમાજસેવક દિલીપ બારભૈયાએ વડીલોને વિમાન મુસાફરી કરાવાની જવાબાદીર સ્વીકારી લીધી. દિલીપભાઇ પોતાના અને મિત્રોની મદદથી જીવન સંધ્યાના 100 વૃદ્ધોને 15 સપ્ટેમ્બરે વિમાનમાં મુંબઇ લઇ જઇ ફરસુભાઇના સ્વપ્નને સાકાર કરી રહ્યાં છે.
 
જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના 100 વડીલોને તેમના જીવનમાં પહેલી વખત વિમાનની મુસાફરીનો લાહવો મળ્યો છે. વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી ફરસુભાઇ કક્કડ અને સુકેતુભાઇ નાગરવાડિયાએ વડીલોને એક વખત વિમાનમાં બેસાડવાની ખેવના સેવી હતી. થોડા સમય પહેલા ફરસુભાઇના અવસાન થતાં તેમની અંતિમયાત્રામાં શબવાહિની લઇને આવેલા દિલીપભાઇ બારભૈયાને ખબર પડી કે ફરસુભાઇની અંતિમ ઇચ્છા વડીલોને વિમાનમાં મુસાફરી કરાવાની હતી. દિલીપભાઇએ ફરસુભાઇના સ્વપ્નને  સાકાર કરવા તે જ વખતે આગળ આવીને જવાબદારી સ્વીકારી લીધી. 
 
વૃદ્ધાશ્રમના વડીલોની મુંબઇની મુસાફરી
 
- અમદાવાદ એરપોર્ટ પરથી સવારે 5.30 વાગે પ્લેનમાં મુંબઇ જવા નીકળશે.
- મુંબઇ પહોંચ્યા તમામ વડીલો બસ દ્વારા વસઇ ખાતે આવેલા જૈન સમાજમાં ઉતારો લેશે.
- સવારે ચા નાસ્તો કરીને નજીકમાં આવેલા મંદિરની મુલાકાત લઇને પરત આવશે.
- ભોજન બાદ પોલીસ દ્વારા એસ્કોટ કરીને મુંબઇના વિવિધ વિસ્તારોની મુલાકાત કરાવાશે.
- રાતના બ્રાન્દ્રા રેલવે સ્ટેશનથી થર્ડ એસીમાં વડીલો પરત અમદાવાદ આવા નીકળશે.
 
18 વિધવા, 8 દિવ્યાંગ, 43 મહિલા સિંગાપોર અને મલેશિયાના પ્રવાસે
 
પોરબંદર પંથકની ઇસ્માઇલી (ખોજા) સમાજની 43 ગરીબ મહિલાઓ કે જેમાં 18 વિધવા અને 8 વિકલાંગનો સમાવેશ થાય છે તેમને રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા સિંગાપુર, મલેશિયાના વિદેશ પ્રવાસે લઇ જવામાં આવી છે. 8 થી 15 સપ્ટેમ્બર સુધીના પ્રવાસમાં બન્ને દેશના વિવિધ સ્થળોની મુલાકાત આ 43 બહેનો લેશે. સંસ્થા દ્વારા સિનિયર સિટિજન્સ લેડીઝ ટૂરની લાભાર્થી મહિલાઓનો પાસપોર્ટ કઢાવી આપી ટૂર માટે બેગ આપી હતી.કોઇ પણ પ્રકારની આકસ્મિક બીમારી યાત્રા સમયે આવી પડે તો તે માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. મહિલાઓ ક્રૂઝ યાત્રાનો પણ લહાવો માણશે. પ્રવાસમાં જોડાયેલી 43 મહિલાઓ પરિવાર સાથે સંપર્કમાં રહી શકે તે માટે ટેબલેટ પણ આપવામાં આવ્યા છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો