તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્ર સરકારની નવી નીતિ: AC કેબમાં ભાડાંની વિસંગતતાઓ દૂર થશે, દર એક સમાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: સમગ્ર દેશની કેબ ગાડીઓ માટે કેન્દ્ર સરકારની નવી નીતિ ટૂંક સમયમાં અમલમાં આવશે. જેના પગલે આગામી નવેમ્બર સુધીમાં ગુજરાત સહિત તમામ રાજ્યોમાં કેબનાં ભાડાં એક સમાન થશે. ભાડા એક સમાન થવા ઉપરાંત લોકોને સારી સુ‌વિધા મળે તે દિશામાં ઘણા ફેરફાર થશે. નવી નીતિમાં ભાડાનાં દર નક્કી કરવાની અને પેસેન્જરે કેટલા કિલોમીટર મુસાફરી કરી તેની ગણતરી માટેની એક જ પદ્ધતિ અમલમાં આવશે.નવા નિયમો ઘડી આગામી નવેમ્બર મહિનામાં સત્તાવાર જાહેરાત કરી દેવાશે. 
 
શહેરમાં સાત જેટલી કંપનીઓની કેબ દોડે છે. પરંતુ કેબ ગાડીઓમાં હાલ ઓછામાં ઓછા રૂપિયા પાંચથી લઇ વધુમાં વધુ રૂપિયા 22.50 સુધીના ભાવ વસૂલાય છે. ઓછા દર લેતી કંપની મિનિટ દીઠ ચાર્જ સહિત અલગથી ટેક્સ પણ વસૂલે છે. જેના કારણે પેસેન્જરોમાં કેબના ભાવ અંગે ભારે મૂંંઝવણ છે. આ મૂંઝવણ દૂર કરવા કેન્દ્ર સરકાર આગામી બે મહિનામાં કેબના બિઝનેસમાં નવી નીતિ લાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. નવી નીતિના અમલ બાદ પ્રત્યેક કેબનો ભાવ એક સરખો થઇ જશે. કોઇ પણ કેબ કેન્દ્ર સરકારે નિયત કરેલા ભાવથી વધુ નહીં લઇ શકે. આના કારણે મુસાફરોને ઘણો ફાયદો થશે. દિલ્હી હાઇકોર્ટના તાજેતરમાં એક ચુકાદાને પગલે માર્ગ પરિવહન મંત્રાલય એક સમિતિની પુનર્રચના કરી છે. 
 
આ સમિતિ રેડિયો તેમજ કાળી-પીળી સહિતની તમામ ટેક્સીના નિયમન માટેનો મુસદો ઓક્ટોબર સુધીમાં સુપરત કરશે. આ નીતિનો મુખ્ય હેતુ ટેક્સીની ફ્રીક્વન્સીમાં વધારો કરવાની સાથે સાથે પારદર્શિતા સાથે પેસેન્જર્સના હિતોનું રક્ષણ કરવાનો છે. એક અહેવાલ મુજબ ટેક્સીનું જુદી જુદી શ્રેણીમાં વર્ગીકરણ થવાની શક્યતા છે. આમાંની એક શ્રેણી સિટી ટેક્સી નામે રખાશે. જે શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળ સુધીની સેવા પૂરી પાડશે. આ ટેક્સીઓમાં ભાડાનું મીટર ફિટ કરવાથી માંડી જીપએસ મિટરિંગ સિસ્ટમના વિકલ્પોની વિચારણા છે. નવી નીતિમાં ભવિષ્યમાં શરૂ થનાર ટુ વ્હીલ ટેક્સીના નિયમોનો પણ ઉલ્લેખ કરાશે. કમિટી ભાડા ઉપરાંત કેબ ગાડીઓમાં પેસેન્જરોને વુધમાં વધુ સુવિધા મળે તેવા પ્રયાસ કરશે. જોકે ફ્રીક્વન્સી ધરવાની સાથે પારદર્શિતા લાવવામાં આવશે. નવી નીતિના અમલ બાદ શહેરીજનોને પણ રિક્ષા ઉપરાંત કેબ પણ સરળતાથી મળી શકશે.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો