તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: સિવિલમાં 3 શૂ કવર મશીન હટાવાયા, દર્દીને ઇન્ફેક્શનનો ખતરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : આઇસીસીયુમાં દાખલ દર્દીને સૌથી વધુ ઇન્ફેકશન લાગવાનો ખતરો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અસારવાની સિવિલ હૉસ્પિટલના નવા ટ્રોમા સેન્ટરના ઉદઘાટન સમયે આઇસીયુ અને ઓપરેશન થિયેટર પાસે બૂટ ઉપર ઑટોમેટિક પ્લાસ્ટિક ચઢી જાય તેવાં 3 શૂ કવર લેમિનેટિંગ મશીન મુકાયાં હતાં, પરંતુ ઉદઘાટનમાં મહાનુભાવો આવ્યા બાદ આ મશીનો હટાવી લેવાયાં છે, જેને કારણે ડૉક્ટરો-નર્સિંગ સ્ટાફ અને દર્દીનાં સગાંને પગરખાં પહેરીને જ પ્રવેશ કરવો પડે છે.

છ મહિના પહેલા સિવિલ હોસ્પિટલમાં નવા ટ્રોમા સેન્ટરના ઉદઘાટન સમયે મૂકાયેલા શૂ કવર મશીન બે-ત્રણ દિવસ પછી લઈ લેવાયા

આઇસીયુમાં પગરખાંની સાથે જતી રજકણોને લીધે દર્દીની સાથે ડૉક્ટરો-નર્સિંગ સ્ટાફને ઇન્ફેકશન લાગવાનો ગંભીર ખતરો ઊભો થયો છે. સિવિલ હૉસ્પિટલમાં 6 મહિના પહેલાં અત્યાધુનિક નવાં ટ્રોમા સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું. આ સમયે દર્દીને ઇન્ફેક્શન ન લાગે તે માટે 3 શૂ કવર લેમિનેટિંગ મશીન મુકાયાં હતાં, જેથી આઇસીસીયુ અને ઓપરેશન થિયેટરમાં પ્રવેશતાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ આ મશીનનો ઉપયોગ કરતા હતા, પરંતુ ઉદઘાટનનાં 2-3 દિવસ બાદ હૉસ્પિટલતંત્રે આ મશીનો હટાવી લીધાં હતાં, જે આજ સુધી મુકાયાં નથી.

સિવિલ સ્ટાફને પણ શૂ કવર વગર દર્દીનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા

જેને કારણે આઇસીસીયુ કે ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને પગરખાં પહેરીને જ પ્રવેશ કરવો પડતો હોવાથી દર્દીને ન્યુમોનિયા, બેક્ટેરિયા, યૂરીનરી ટ્રેક ઇન્ફેકશન પેટનું ઇન્ફેક્શન અને વાસ્ક્યુલર લાઇન સેપ્સીસ જેવા ઇન્ફેક્શનનો ખતરો છે. એટલું જ નહીં, ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ અને પેરા મેડિકલ સ્ટાફને પણ શૂ કવર વગર દર્દીનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા નકારી શકાય નહીં. જેથી આ અંગે ત્વરિત નિર્ણય લેવાય તે જરૂરી છે.

શૂ કવરથી દર્દી સુધી રજકણો પહોંચતા અટકે છે

આઇસીયુમાં દાખલ દર્દીને ઇન્વેસીવ્ઝ ડિવાઇસ અને દર્દીની ગંભીર હાલત હોવાથી ઇન્ફેક્શનનો ખતરો હોય જ છે. દર્દીને ઇન્ફેક્શન ન લાગે તે માટે આઇસીયુ અને ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ માસ્ક, ગ્લોવ્ઝ અને કેપ પહેરતાં હોય છે. એટલું જ નહીં, બૂટ કે ચંપલમાં રજકણો તેમજ જીવાણુ હોવાની સંભાવના હોવાથી આઇસીયુમાં પ્રવેશતા દર્દીના સગાં, ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને પગરખાં બદલીને અથ‌વા તો પગરખાં ઉપર શૂ કવર અપાય છે તેમજ હૉસ્પિટલોમાં બૂટ કે ચંપલને લેમિનેશન કરાય તેવાં મશીનો ઓપરેશન થિયેટર કે આઇસીયુ બહાર મૂકાય છે.

હાલ મશીન સ્ટોરમાં છે, ઝડપથી શરૂ કરાશે

મતે વાત સાચી છે કે, નવા ટ્રોમા સેન્ટરના ઉદઘાટન સમયે આઇસીયુ અને ઓપરેશન થિયેટર બહાર 3 શૂ કવર લેમિનેશન મશીન મુકાયાં હતાં, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીને ઇન્ફેક્શનથી બચવાનો હતો, પરંતુ આ મશીનો મોંઘાં પડતાં હોવાથી અમે હટાવીને સ્ટોર્સમાં મૂક્યાં છે, જે આગામી અઠવાડિયામાં ફરીથી મૂકવામાં આવશે. -ડો. એમ.એમ. પ્રભાકર, સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ હૉસ્પિટલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો