તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ-સાસરિયાંએ પુત્રવધૂને કહ્યું, તું દેહવિક્રય કર, અમે ગ્રાહક લાવીશું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: પતિ તથા સાસરિયાંએ પરિણીતાને દહેજ ઓછું લાવવા બદલ ત્રાસ આપ્યો. સાસરિયાંએ પરિણીતા પાસે 2 લાખની રોકડ તથા બાઇકની માંગણી કરી તથા ઘર ચલાવવા માટે દેહવિક્રય કરવાનું કહેતા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

ગોમતીપુરમાં રહેતી 20 વર્ષીય રેશ્માના લગ્ન સાહિલ સાથે 2016માં થયાં હતાં. લગ્નના 3 મહિના બાદ પતિ અને સાસરિયાંએ દહેજ ઓછું લાવી છે કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એ બાદ તેમણે રેશ્માને પિયરમાંથી  રૂ. 2 લાખ અને બાઇક લઇ આવવા માટે દબાણ કરતા હતા. તેમજ પતિ તેને અલગ ભાડાના મકાનમાં રહેવા લઇ જઇ ત્યાં તેને એકલી મૂકીને માતાપિતા સાથે રહેવા જતો રહ્યો હતો.


રેશ્માએ આ બાબતે પતિ અને સાસરિયાં સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે તારે પિયરથી ઘરનું ભાડું અને રાશન તથા રૂ.10 હજાર દર મહિને લાવીને ધર ચલાવવું પડશે તોજ તને રહેવા દઇશું. રેશ્મા સાથે ઝઘડો કરી પતિ અને સાસરિયાંએ કહ્યું હતું કે અમે તારા માટે ગ્રાહક લઇ આવીશું તું ધંધો કર. એમ ન કરતા પતિ રેશ્માને પિયર મૂકી ગયો હતો.
આશરે 5 મહિનાથી પિયર રહેતી રેશ્માએ સાસરિયાં સામે ફરિયાદ કરી છે. સાસરિયા રેશમાને દહેજ ઉપરાંત ઘર ચલાવવા માટે પિયરથી રૂપિયા લાવવા દબાણ કરતા હતા અને જુદી જુદી રીતે ત્રાસ આપતા હતા. (પાત્રોનાં નામ બદલ્યાં છે.)

 

અન્ય સમાચારો પણ છે...