ઐયરનો સેલ્ફ ગૉલ, ભાજપમાં નંદ ઘેર આનંદ ભયો...!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરની વડાપ્રધાન મોદીને ‘નીચ’ ગણાવતી ટિપ્પણીએ ગુરૂવારે રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. જ્યારે સોશિયલ મીડિયા પર પણ ગુરૂવારે આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. ભાજપના સમર્થકોએ સાથોસાથ ગુજરાતમાં કૉંગ્રેસ સામે મજબૂત મુદ્દો મળ્યાનો સંતોષ પણ તેમની પોસ્ટ-ટ્વિટમાં જોવા મળ્યો હતો.

 

આ મુદ્દે ભાજપ અને કોગ્રેસ એક બીજાને આડે હાથ લઇને ટ્વિટર અને સોશિયલ મિડિયામાં એક બીજા પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. મણિશંકર ઐયરે મોદીને સંબોધીને કરેલી ટિપ્પણી ગુરૂવારે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે. ત્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ અમેઠીમાં રેલી કરી. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ પ્રચાર દરમિયાન કહ્યું કે, ‘અમેઠીમાં મારા શહીદ પિતાનુ અપમાન થયુ છે. આવું નીચ રાજકારણ રમવાવાળાઓને અમેઠીનું દરેક બુથ જવાબ આપશે.’ આ વિધાનને ઉઠાવી લઈને મોદીએ પોતાની રેલીમાં કહ્યું હતું કે, ‘નીચ જાતિમાં જન્મ લેવો એ ગુનો છે શું?’

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...