તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટીમાં સેમ.1-4ની પરીક્ષાઓ હવે કોલેજ દ્ગારા લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો)
 
અમદાવાદ: ગુજરાત યુનિવર્સટીની વિદ્યાશાખાની સેમેસ્ટર 1થી 4ની પરીક્ષાઓ હવે કોલેજો લેશે, 5-6ની પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે. ગુરુવારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાના નેજા હેઠળ મળેલી આચાર્ય મંડળની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો અમલ વર્તમાન શૈક્ષણિક વર્ષ 2017-2018થી કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના બદલે કોલેજો દ્વારા પરીક્ષાના સંચાલનને પગલે વાર્ષિક રૂ. 2 કરોડનો ખર્ચ ઘટી જશે તેવો સત્તાવાળાઓએ દાવો કર્યો છે.  આચાર્ય મંડળના પ્રમુખ ડો. હરજિતસિંહે કહ્યું હતું કે, ‘ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા હવે માત્ર વિવિધ વિષયોની પરીક્ષાના પ્રશ્નપત્ર કોલેજોને આપવામાં આવશે અને કોલેજો દ્વારા 1થી ચાર સેમેસ્ટરની પરીક્ષાનું સંચાલન કરાશે.’
 
આનાથી પરીક્ષાને લગતા ખર્ચમાં ઘટાડો થશે
 
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા છ મહિનામાં લીધેલો આ સર્વોત્તમ નિર્ણય છે. જેના કારણે પરીક્ષા પાછળ વાર્ષિક રૂ.2 કરોડનો ખર્ચ યુનિવર્સિટીને થતો હતો,તેમાં ઘટાડો થશે- ડો. હિમાંશુ પંડ્યા, કુલપતિ,ગુજરાત યુનિવર્સિટી
 
અન્ય સમાચારો પણ છે...