તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: 8થી 18માં વાહન નોંધાવ્યું હશે તો RC બુક મહિને મળશે!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓમાં જૂના સર્વરને કારણે ડેટા કરપ્ટ થઇ જતાં જો તમે 8થી 18 જુલાઈ વચ્ચે વાહનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો તમને આરસી બુક એક મહિના પછી મળશે. સામાન્યપણે આરસી બુક એક સપ્તાહમાં આવી જતી હોય છે. ડેટા કરપ્ટ થતાં દસ દિવસથી આર.સી.બુક તૈયાર કરી ડિસ્પેચની કામગીરી બંધ થઇ ગઇ છે. હાલ 25 હજારનો બેકલોગ વધી ગયો હોવાથી અરજદારોને એક મહિના સુધી આર.સી.બુક મળશે નહીં. જેના કારણે નવા તેમજ જૂના વાહન ખરીદનાર અરજદારોને ટ્રાફિક પોલીસ રોકે તો દંડના ભોગ બનવું પડશે.

સુભાષબ્રિજ આરટીઓમાં જૂના સર્વરને લીધે ડેટા કરપ્ટ
બીજીતરફ આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્વર ખોટકાવાના કારણે આર.સી.બુકની કામગીરી અટવાઇ પડી છે. જ્યારે કંપનીનો સ્ટાફ ડેટા નહીં પહોંચ્યો હોવાનું જણાવી રહ્યો છે. પરંતુ હકીકતમાં હાલ કરપ્ટ ડેટા કવર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને મંગળવારે નવું સર્વર આવ્યા પછી કામગીરી શરૂ થવાની શક્યતા છે. રથયાત્રામાં નવા વાહનો વધુ વેચાતા હોય છે. જેના કારણે રથયાત્રા બાદ આર.સી.બુકની અરજીઓનો ભરાવો થઇ ગયો છે. ગત 8મી જુલાઇ બાદ સર્વરમાંથી નવા વાહનો ઉપરાંત વેચેલા વાહનોનો ડેટા કરપ્ટ થઇ ગયો છે.

સપ્તાહમાં આવી જતી આરસી બુક માટે રાહ જોવી પડશે

આ વાત ફેલાય નહીં તે માટે આઇ.ટી.સેલના અધિકારીઓ અને આરટીઓના ઉચ્ચઅધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલતી હતી. જો એન.આઇ.સી.માંથી ડેટા કવર કરવામાં આવે તો અધિકારીઓને તેમની બેજવાબદારી પકડાઈ જવાનો ડર છે. કોઇ વિકલ્પ નહીં મળતા અંતે એન.આઇ.સી.માંથી ડેટા લેવાનું નક્કી કરી આ અંગે ગાંધીનગર જાણ કરાઈ છે. આર.સી.બુકનું કામ કરતી સનટેકનોના જણાવ્યા અનુસાર ડેટા મળ્યા બાદ આર.સી.બુકના કાર્ડ પ્રિન્ટ થયા પછી કી મેનેજમેન્ટ સિસ્ટમ (કેએમએસ) થશે અને ત્યારબાદ ડિસ્પેચ થશે.

અરજદારોને કોઇ જવાબ આપતું નથી

આર.સી.બુક મેળવવા અરજદારો આરટીઓમાં ફર્યા કરે છે, તેઓને કંપની કે આરટીઓના અધિકારીઓ જવાબ આપતા નથી. જેના કારણે કેટલાક એજન્ટો અરજદારો પાસેથી રૂપિયા ઉઘરાવવા હવાતિયાં મારી રહ્યા છે.

રોજની 2200 અરજીથી બેકલોગ વધતો જાય છે

આરટીઓમાં આર.સી.બુક માટે રોજની 2200 અરજીઓ આવે છે. જેથી રોજબરોજ અરજીઓનો નિકાલ થતો નથી. પરંતુ એકાદ દિવસ કામગીરી બંધ રહે તો બેકલોગ વધી જાય છે.
નવું સર્વર આજે લાગશે

નડિયાદથી નવું સર્વર અમદાવાદ આવી ગયું છે. મંગળવારે ફિટ થઇ જશે અને કામગીરી પણ શરૂ થઇ જશે. ટૂંકસમયમાં આર.બી.બુક ડિસ્પેચ થાય તેવો પ્રયાસ કરાશે. -જી.એસ. પરમાર, આરટીઓ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો