તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RBIએ એસ્સાર સામે પગલાં લેવાં કોઈ પરિપત્ર બહાર ન પાડ્યો હોવાની હાઇકોર્ટ સમક્ષ સ્પષ્ટતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: એસ્સાર સ્ટીલને નાદાર જાહેર કરવાના ટ્રિબ્યુનલના ચુકાદાને પડકારતી પિટિશન હાઇકોર્ટે આગામી 17મી જુલાઇએ ચુકાદા પર મુલતવી રાખી છે. એસ્સારે હાઇકોર્ટ સમક્ષ આજે રજૂઆત દોહરાવી હતી કે, આરબીઆઇના ઇશારે એસબીઆઇ તેમજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા પગલા લેવામાં આવ્યા હતા જે તેમના બંધારણીય  અધિકારોના હનન સમાન છે. તેમની આર્થિક સ્થિતિ ધીરેધીરે સુધરી રહી હોવા છતાં લેવાઇ રહેલા પગલાની કંપની પર વિપરીત અસર પડે તેમ છે.

આ કેસની વિગત એવી છે કે, એસ્સાર સ્ટીલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ આજે રજૂઆત કરવામાં આવી હતી કે, તેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 20 હજાર કરોડ જેટલું છે. કંપની ધીરેધીરે નાણાં ચૂકવવા માટે ફોર્મ્યુલા હેઠળ કામ કરી રહી હતી. તે બાબતે બેંકો સાથે પણ તેમનો વ્યવહાર ચાલી રહ્યો હતો, આ દરમિયાન આરબીઆઇ દ્વારા બેંકોને અપાયેલી સૂચનાને કારણે તેમની સામે પગલા લેવામાં આવ્યા હતા. 

આરબીઆઇ ટ્રિબ્યુલનને આવો આદેશ કરવાની કોઇ સત્તા ધરાવતી નથી. તે સ્થિતિમાં તેમણે કરેલા હુકમને કારણે તેમના બંધારણીય અધિકારોનું હનન થયું છે. આરબીઆઇએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ કરવા માટે એસબીઆઇ તેમજ અન્ય બેંકોને આદેશ કર્યા હતા. જે બાદ તેમની સામે કેસ થયા હતા. બીજી તરફ આરબીઆઇ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આરબીઆઇ દ્વારા એસ્સાર સામે પગલા લેવા તેવો કોઇ જ પરિપત્ર જાહેર કર્યો નથી. એસ્સાર દ્વારા પણ અગત્યના તથ્યો દબાવવામાં આવ્યા છે. ખુદ કંપનીએ પણ એક વખત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં જવાની તૈયારી બતાવી હતી તે હકીકત છુપાવી છે.
અન્ય સમાચારો પણ છે...