તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિક પટેલ ઉદેપુરમાં ફરી શકશે: રાજસ્થાન હાઈકોર્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ઉદેપુર રહેવા ગયેલા હાર્દિક પટેલને સ્થાનિક પોલીસે ઘરમાં જ નજર કેદ રાખવાના મામલે રાજસ્થાન હાઇકોર્ટે હાર્દિકને ઉદેપુર શહેરમાં ફરવાની પરવાનગી આપી છે. જોકે તેના ઘર પાસે જ ઉભી કરાયેલી અસ્થાયી પોલીસ ચોકી તેના રક્ષણ માટે ઉભી કરાઇ હોવાનું જણાવી કોર્ટે તે મામલે દખલગીરી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

રાજસ્થાન પોલીસ દ્વારા હાર્દિકને નજર કેદ રાખવા મામલે તેણે એડવોકેટ રફીક લોખંડવાલા મારફત રાજસ્થાન હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઇ હતીકે, પોલીસ ગુજરાત હાઇકોર્ટના આદેશનું ખોટુ અર્થઘટન કરી તેમને ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યા છે. તેમને માત્ર સોમવારે જ પોલીસ મથકે હાજરી આપવાની છે. તે સિવાય તેઓ ગુજરાત બહાર ફરી શકે છે.

જોકે આ હુકમની સ્પષ્ટતા કરતા રાજસ્થાન હાઇકોર્ટે હાર્દિકને ઉદેપુર શહેરમાં તે ઇચ્છે ત્યાં બેરોકટોક ફરી શકે છે. જોકે તેણે ઉદેપુર બહાર જવું હોય તો ગુજરાત હાઇકોર્ટનો આદેશ લેવો પડશે તેવી સ્પષ્ટતા કરી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા તેમના બંગલામાં જ ઉભી કરાયેલી કામચલાઉ પોલીસ ચોકી બાબતે કોર્ટે સ્પષ્ટ કર્યું હતુકે, તે પોલીસ આપના રક્ષણ માટે છે. અને તે આવશ્યક હોવાનું પોલીસ રીપોર્ટ પ્રમાણે જણાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો