તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: આનંદીબહેન પર ઇંડાં ફેંકાયાં લોકાર્પણ કાર્યક્રમ છોડી રવાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  સાઉથ બોપલ ચાર રસ્તા પર મૂકવામાં આવેલા ધનુરાસન સ્કલ્પચરના લોકાર્પણ માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ શનિવારે આવ્યાં હતા. આ સમયે કોઇએ સોબો સેન્ટરના ધાબા પરથી આનંદીબહેન પર ઇંડાં ફેંક્યાં હતા. અચાનક બનેલી આ ઘટનાથી લોકાર્પણનો કાર્યક્રમ અધૂરો મૂકીને આનંદીબહેન સ્થળ પરથી નીકળી ગયા હતા.  શનિવારે સવારે 10.30 વાગે સાઉથ બોપલના સોબો સેન્ટર ચાર રસ્તા પર મૂકવામાં આવેલા સ્કલ્પચરનું આનંદીબહેન પટેલ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ રખાયો હતો. આનંદીબહેનના હસ્તે સ્કલ્પચરનું લોકાર્પણ કરવા આવી રહ્યું હતું તે સમયે સોબો સેન્ટરના ધાબા પરથી કોઇએ આનંદીબહેન પર એક પછી એક પાંચ ઇંડાં ફેંકયા હતા. 

ઇંડાં ફેંકાયાં બાદ તુરત જ કાર્યકરો તેમજ સ્થાનિક પોલીસે સોબો સેન્ટરના ધાબા પર જઇને તપાસ કરતા કોઇ મળી આવ્યું ન હતું. આ અંગે બોપલ પોલીસ અને ગ્રામ્ય એલસીબી પીઆઇ સહિતનો સ્ટાફ સોબો સેન્ટર પર સવારથી ઇંડા ફેંકનારની તપાસમાં લાગી ગયા હતા. પોલીસે સ્થાનિક બેન્ક અને દુકાનોના સીસીટીવી તેમજ લોકોની પૂછપરછ કરવામાં આ‌વી હતી. આ અંગે જિલ્લા પોલીસવડાનો ચાર્જ સંભાળતા વિરમગામ ડીવાયએસપી રોહન આનંદે જણાવ્યું હતું કે, સવારે આનંદીબહેન સોબો સેન્ટર પર સ્કલ્પચરનું લોકાર્પણ કરવા આવ્યા ત્યારે કોઇએ સોબો સેન્ટર પરથી ઇંડાં ફેંકયાં હતા, પરંતુ તે આનંદીબહેન કે તેમની કાર પર નથી પડ્યા.
અન્ય સમાચારો પણ છે...