તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવારે 9 વાગ્યે અંતિમ દર્શન આપ્યા, સાંજે 6 વાગ્યે દેહત્યાગ કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી જ્ઞાનાનંદસ્વામીના જણાવ્યા મુજબ શનિવારે પણ નિત્યક્રમ મુજબ બાપાએ સવારમાં 9.30 કલાકે તેમની કુટિર બહાર ભકતોને દર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા, શનિવાર હોવાને લીધે ભકતોની ભીડ પણ બહુ જ હતી. ત્યારે નિત્યક્રમ મુજબ પ્રમુખ સ્વામીબાપાએ સવારના સમયે ભકતોને દર્શન આપી તેમનાં નિજ નિવાસ સ્થાન સંત આશ્રમમાં પ્રમુખસ્વામી કુટિરમાં સમગ્ર દિવસ દરમિયાન આરામ કરી રહ્યા હતા. ત્યારે સાંજના છ કલાકે ઇન્ફેકશનથી હાર્ટને અસર થવાથી તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.
અમદાવાદ, શાહીબાગ BAPS મંદિરમાં ઉમટેલા ભક્તો

તેમની સાથે છેલ્લાં ત્રણ વર્ષથી પડછાયાની માફક રહેતા હાર્ટના ડોકટર નાયક તેમ જ સ્થાનિક તબીબોની ટીમ ખડેપગે રહેતા હતા. તેમના શનિવારે સાંજે 6 કલાકે અક્ષરધામ ગમનના વાવડ વાયુવેગે પ્રસરી જતા બોટાદ, બરવાળા અને સાળંગપુરની બજારોમાં સન્નાટો છવાઇ ગયો હતો. ત્રણેય વિસ્તારના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ કરી સાળંગપુર મંદિરે આવી પહોંચ્યા હતા. તેમનાં દેહને સાળંગપુર બાપ્સ સ્વામિનારાયણ મંદિર પરિસર સ્થિત સંત આશ્રમ ખાતે પ્રમુખસ્વામી કુટિરમાં રાખવામાં આવ્યો છે અને તેમનાં પાર્થિવ દેવના દર્શન માટે ગુજરાતભરમાંથી અને દેશ-વિદેશમાંથી ભકતો માટે ત્રણ દિવસ માટે દર્શન માટે રાખવામાં આવશે અને તા.17/8/16ના રોજ તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો