તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: પુણ્ય સમયે પુણ્યઆત્માએ અમરલોક તરફ પ્રયાણ કર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ભારત વર્ષને જ્ઞાનનો બોધ આપનાર અને પુરા વિશ્વને સ્વામીનારાયણ ધર્મનો જ્ઞાનમય પ્રકાશ પાથરનાર તેજસ્વી તારલાનો 13 ઓગસ્ટ 2016 શનિવારના રોજ સાંજે 6 કલાકે નભો મંડળના મકર લગ્નમાં વિલય થયો. અક્ષરધામ નિવાસી બનનાર શ્રી પ્રમુખ સ્વામીનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ વડોદરા જિલ્લાના ચાણસદ ગામે થયો હતો. શાંતિલાલ તરીકે જાણીતો યુવાન 17 વર્ષે દિક્ષા લઈ 1940માં સ્વામીનારાયણ સંપ્રદાયમાં જોડાયા બાદ 28 વર્ષની ઉમરે બોચાસણવાસી શ્રીઅક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા બન્યા હતા.
મૃત્યુ સમયે ચંદ્ર ગોચરમાં વૃશ્ચિકના શનિ પરથી ભ્રમણ કર્યું તે ઉત્તમ યોગ
સિંહનો રાહુ શુક્ર, બુધ સાથે આઠમે આરોગ્યના સ્થાને હોવાથી શારીરિક કષ્ટમાંથી મુક્તિ અને કર્કનો સૂર્ય સાતમાં સ્થાનમાં મૃત્યુ વેળાએ હોવાથી પોતાના સ્નેહી સંતો અને સત્સંગીજનોને વસમી વિદાયની વિરહ આપી. જન્મ સમયે ચંદ્ર કુંભ રાશિનો કેમદ્રુમ યોગ બનાવતો હોવાથી સંપૂર્ણ જીવનકાળ દરમિયાન વૈરાગ્ય, ત્યાગ, આચરણ અને પવિત્રતાનો આગ્રહ રાખી ચંદ્ર ગોચરમાં વૃશ્ચિકના શનિ ઉપરથી પરિભ્રમણ કર્યું. તેવા સમયે આ લોકનો ત્યાગ કરી પુણ્યશ્લોકી શ્રી પ્રમુખ સ્વામી અક્ષર નિવાસી થયા. આ ગ્રહ ગોચરનો સમય દરેક પ્રકારે ઉત્તમ અને યોગ્ય જણાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો