તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખો શ્રદ્ધાળુનાં હૈયે ઘેરો આઘાત: દર્શન માટે સાળંગપુર તરફ વહેશે લોકોનો પ્રવાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: માત્ર 28 વર્ષની ઉંમરે તેઓ BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારથી પ્રમુખસ્વામી મહારાજ તરીકેનું તેમનું નામ લોકલાડીલું બન્યું હતું. સન 1971માં BAPS સંસ્થાના દ્વિતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે તેઓ લાખો ભક્તોના ગુરુપદે બિરાજમાન થયા હતા.
તીર્થધામ સારંગપુર ખાતે શનિવારે 13 ઓગસ્ટ, શનિવારે સાંજે છ કલાકેે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે 95વર્ષની ઉંમરે અક્ષરધામ ગમન કર્યું છે.જીવનભર પરિવ્રાજક રહીને લોકસેવા માટે અવિરત 17000થી વધુ ગામડાં-નગરોમાં ઘૂમનાર પ્રમુખસ્વામી મહારાજ છેલ્લા ત્રણેક વર્ષથી તીર્થધામ સારંગપુર ખાતે વધતી ઉંમર અને ફેફસામાં ઇન્ફેક્શન થવાને કારણે તેઓનું સ્વાસ્થ્ય અસ્વસ્થ બન્યું હતું. નિષ્ણાત તબીબોની દસ ટીમ દ્વારા તેઓ સારવાર લઈ રહ્યા હતા. જો કે તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર હતું. આમ છતાં આજે અચાનક જ ફેફસાંની વધુ તકલીફ સર્જાતા તેઓ વધુ અસ્વસ્થ બન્યા હતા અને આજે સાંજે 6-00 વાગ્યે તેઓએ પોતાના પ્રિય તીર્થધામ સારંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

સતત 95 વર્ષ સુધી અનેક કષ્ટો વેઠીને માનવજાતની સેવા માટે પુરુષાર્થ કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ ગામે તારીખ 7-12-1921ના રોજ એક ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. 19 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સન 1939માં બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું હતું. સન 1939માં અમદાવાદ ખાતે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત તરીકે દીક્ષા લીધા બાદ સંસ્કૃતનું અધ્યયન કર્યું હતું. તેના કારણે તેઓ ‘શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી’ બન્યા હતા. સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે તેઓ બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારથી પ્રમુખસ્વામી મહારાજ તરીકેનું તેમનું નામ લોકલાડીલું બન્યું હતું. સન 1971માં બીએપીએસ સંસ્થાના દ્વિતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે તેઓ લાખો ભક્તોના ગુરુપદે બિરાજમાન થયા હતા.

નિઃસ્વાર્થ સેવા, અનન્ય ભક્તિ, અહંશૂન્યતા, પ્રચંડ પુરુષાર્થ અને પરમ સાધુતામય જીવનથી તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં અનન્ય આદર પામ્યા હતા. ગરીબ આદિવાસીઓના ઝુંપડાઓથી લઈને પછાત, દલિત અને આપત્તિગ્રસ્ત લોકોની વચ્ચે જઈને તેમણે લાખોને નવું જીવન બક્ષ્યું હતું. તેમની ઉચ્ચ આધ્યાત્મિક અને વિનમ્ર સેવામય પ્રતિભાથી પ્રભાવિત થઈને દલાઈ લામાથી લઈને વિશ્વભરના અનેક મહાન ધર્મગુરુઓ, ભારતીય રાષ્ટ્રપ્રમુખ શ્રી અબ્દુલ કલામ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ શ્રી બિલ ક્લિન્ટન, યુનોના વડા શ્રી કોફી આનન, બહેરીનના શેખ ઈસાથી લઈને વિશ્વના અનેક માંધાતાઓ સહિત સૌ કોઈએ તેમને એક મહાન અને સાચા સંત તરીકે બિરદાવ્યા હતા.મહાન સંતની વિદાયના સમાચાર ફેલાતાં જ અસંખ્ય લોકોનાં હૈયે ઘેરો આઘાત છવાયો છે.


અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો