તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: શાસ્ત્રીજીને મળવા ટ્રેનના ડબા પર લટકીને ગયા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ગુરુપૂર્ણિમાનો પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો જાણિતો કિસ્સો છે. શાસ્ત્રીજી તેમના નારણ’દાને યાદ કરે છે તેવું માલૂમ થતા જ પ્રમુખ સ્વામી મહારાજ મૂશળધાર વરસાદમાં ટ્રેનના ડબા પર લટકીને ગુરુજીને મળવા સાળંગપુર પહોંચ્યા હતા. શાસ્ત્રીજી સાળંગપુરમાં માંદગીની સારવાર લઈ રહ્યા હતા ત્યારે નારણ’દાને યાદ કર્યા છેલ્લે બોલ્યા કે, તે આવીને ભક્તચિંતામણિ સંભળાવે તો સારું થઈ જાય. આ વાતની જાણ થતા તેમણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે ગુરુજી પાસે પહોંચવું છે.
ભારે વરસાદના કારણે ટ્રેનના બધા ડબ્બાના દરવાજા બંધ હતા

ભારે વરસાદમાં વડોદરા સ્ટેશને સૌરાષ્ટ્ર મેલ આવી પણ બધા દરવાજા બંધ હતા. આથી સ્વામી ટ્રેનના ફૂટબોર્ડ પર લટકી ગયા અને મુસાફરી કરી. વરસાદના ઝાપટાં તેમને પલાળતા હતા, શરીર ધ્રુજાવી નાખે તેવો ઠંડો પવન વાતો હતો. અમદાવાદ આવ્યા ત્યારે ખબર પડી કે, લાઈન તૂટવાથી ધંધુકા મેલ રદ થઈ છે. આથી વિરમગામ થઈને જતી ટ્રેનમાં બેસી તે” બોટાદ પહોંચ્યા હતા. ત્યાં પૂર આવ્યું હતું. તેમણે પાણી કાદવ ખૂંદીને ચાલતા સાળંગપુર પહોંચી સીધા શાસ્ત્રીજી પાસે ગયા. શાસ્ત્રીજીએ પુછ્યું કે, કેવી રીતે આવ્યો તો તેમણે જવાબ આપ્યો, ગુરુજી આપની આજ્ઞા હતી એટલે અવાયું!
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો