તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોફાનીઓને ઓળખવા કલર ટિયરગેસ ચલાવાશે, રંગ ત્રણ દિવસ સુધી જશે નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : તોફાનો કરતા ટોળામાં રહેલા લોકોને ઓળખી પાડવા માટે પોલીસે કલર ટીયરગેસ ખરીદ્યા છે. આ કલર ટિયરગેસ હવામાં ફાયર કરાશે જેમાંથી કલર નીકળશેે.જે કલર ટોળામાં રહેલા લોકોનાં કપડા, વાળ કે શરીરના કોઇ પણ અંગ ઉપર પડશે. આ કલર ત્રણ દિવસ સુધી ચોંટેલો રહેશે. ફરાર થઇ ગયેલા લોકો ત્રણ દિવસની અંદર બહાર નીકળે ત્યારે અથવા પોલીસના સર્ચ તપાસ દરમિયાન શરીરે કે માથાના વાળમાં રહેલ કલરના કારણે આરોપી સહેલાઇથી પકડાઇ જશે.

ટિયરગેસનો રંગ ત્રણ દિવસ સુધી જશે નહીં

રાજ્યના પોલીસ મોડર્નાઇઝેશન દ્વારા પોલીસ માટેના શસ્ત્રો ખરીદાય છે. ગુજરાત પોલીસ પાસે અદ્યતન શસ્ત્રો છે. કોમી તોફાનો, આંદોલનો કે પછી નાના-મોટા બનાવ વખતે એકત્રિત થયેલા ટોળાને કાબૂમાં લેવા માટે ગુજરાત પોલીસ પાસે 36 પ્રકારના ટિયરગેસ છે. જેમાં આંખમાં બળતરા થવા, મોટા ધડાકા, ધુમાડો નીકળવો સહિતના ટીયરગેસ છે. જ્યારે વોટર કેનનમાં કલરની ડાઇસ ભેળવી લોકો પર પાણીનો મારો કરાય છે. ધમાલ શાંત થયા બાદ ટોળામાં ભાગ લેનારાની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસને ઘણી તકલીફ પડે છે. અને આરોપીની ઓળખ ના થતાં ઘણા લોકો પોલીસથી બચી જવામાં સફળ થાય છે. પરંતુ હવે ગુજરાત પોલીસે આવા લોકોને ઓળખી પાડવા કલર ટિયરગેસ ખરીદ્યા છે.

નવા શસ્ત્રો ખરીદાશે

દેશમાં ગુજરાત પોલીસ પાસે લેટેસ્ટ શસ્ત્રો છે. પોલીસની સંખ્યા કરતા ડબલ શસ્ત્રો છે. નવા શસ્ત્રો ખરીદવામાં આવી રહ્યા છે. જેમાં આ પ્રકારના ટિયરગેસ પણ છે. -વિનોદ મલ્લ,એડીજીપી, પોલીસ મોર્ડનાઈઝેશન
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો