તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: કસાઈના હત્યારાને શોધવા પોલીસે 10 ટીમ કામે લગાડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: એસજી હાઈવે પર અકસ્માત બાદ અજાણી વ્યક્તિઓએ માર મારવાથી મૃત્યુ પામેલા મહંમદ અયુબના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એસઆઈટીની રચના કરવી પડી હતી. એસઆઈટીમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપન ભદ્રન અને એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ આરોપીઓને શોધી કાઢવા 10 જેટલી ટીમ કામે લગાવી છે.
ગત સોમવારે એસજી હાઈવે પર મહંમદ અયુબ અને તેનો મિત્ર બે ગાડીઓ લઈ પસાર થઈ રહ્યાં હતા. ત્યારે કેટલીક વ્યક્તિઓએ તેમનો પીછો કરતા થયેલા અકસ્માતમાં મહંમદ અયુબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે ઘાયલ થયા બાદ અજાણી વ્યક્તિઓએ માર પણ માર્યો હતો. શુક્રવારે સારવાર દરમિયાન અયુબનું મોત નિપજ્યું હતું.

અયુબના પરિવારજનોનો આક્ષેપ હતો કે, અજાણી વ્યક્તિઓએ મારેલા મારના કારણે અયુબનું મોત નિપજ્યું છે. આનંદનગર પોલીસે પરિવારના આક્ષેપો અનુસાર અજાણી વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આનંદનગર કેસની તપાસ કરી રહેલા ઈન્વેસ્ટિગેશન ઓફિસર એસીપી બી.સી.સોલંકીના જણાવ્યા અનુસાર, મહંમદ અયુબની હત્યાકેસમાં આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસની ટીમો આરોપીઓને ઝડપી લેવા કામે લાગી છે. હાલ આરોપીઓનો પત્તો લાગી શક્યો નથી.
વટવા સૈયદવાડી ખાતેના ઈમદાદનગરમાં રહેતા મહંમદ અયુબના પરિવારજનોનો આક્ષેપ છે કે, અયુબ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે એસજી હાઈવે પર અયુબને અજાણી વ્યક્તિઓએ મારમારતા તેનું સારવાર દરમિયાન શુક્રવારના રોજ મોત નિપજ્યું હતું. ઘટનાને 48 કલાક ઉપર વિતી ગયા હોવા છતાં પોલીસ હજુ એક પણ આરોપીને પકડી શકી નથી. જ્યારે અન્ય કોઈ કેસમાં પોલીસ ચાહે તો આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી હોય છે.
અન્ય સમાચારો પણ છે...