તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: સિવિલ હોસ્પિ.માં 9 મહિનામાં ન્યુમોનિયાના 428 દર્દીનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે છેલ્લા 9 મહિનામાં સિવિલમાં ન્યુમોનિયાની સારવાર માટે દાખલ થયેલાં 550માંથી 428 દર્દીનાં મોત થયાં છે. જેનું મુખ્ય કારણ હોસ્પિટલનાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની બેદરકારી, સિનિયર ડોક્ટરોની વારંવાર બદલી ઉપરાંત દર્દીને ક્રોસ ઇન્ફેક્શન જવાબદાર છે.સૂત્રોનાં જણાવ્યાં મુજબ, સિવિલમાં એકતરફ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ એમસીઆઇનાં ઇન્સ્પેક્શનને કારણે રાજ્ય સરકાર દ્વારા સિનિયર ડોક્ટર્સની બદલી કરી દેવામાં આવે છે. જેથી ન્યુમોનિયાની સારવાર માટે આવતાં દર્દીઓ રેસિ.ડોક્ટરો અને નર્સને હવાલે હોય છે.

મોટાભાગના દર્દીઓ શીખાઉ ડોક્ટર-નર્સના ભરોસે

આઇસીયુમાં 48 વેન્ટિલેટર છે પરંતુ તે સ્વાઇન ફ્લૂ, ટીબી, ન્યુમોનિયા જેવાં રોગો માટે ફાળવેલા હોવાથી જરૂર પડે ત્યારે દર્દીને વેન્ટિલેટરની સુવિધા પ્રાપ્ત થતી નથી. સિવિલ હોસ્પિટલનાં આંકડાઓ મુજબ, સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 9 મહિનાઓ દરમિયાન સૌથી વધુ 428 દર્દીનાં મોત ન્યુમોનિયાથી, કમળાથી 57, વાઈરલ ફિવરથી 38, સ્વાઇન ફ્લૂથી 22 અને ઝેરી મેલેરિયાથી 4નાં મોત થયાં છે. જેમાં સૌથી વધુ ન્યુમોનિયાથી મોત પામનારની સંખ્યા સૌથી વધુ છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરનાં જણાવ્યાં મુજબ, સિવિલમાં ન્યુમોનિયાનાં 70 ટકા દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાંથી છેલ્લી ઘડીએ આવે છે. આ કારણે તેમના મોત થાય છે. હાલમાં હોસ્પિટલનાં આઇસીયુમાં કુલ 48 વેન્ટિલેટર છે અને રાઉન્ડ ધી કલોક સિનિયર ડોક્ટર સારવાર આપે છે. પરંતુ શ્વાસની તકલીફ હોય તેવાં મોટાભાગનાં દર્દીને વેન્ટિલેટર પર રાખવા પડે છે.

બે મહિનામાં વીએસના 25 ડોક્ટરને ડેન્ગ્યુ

વીએસ હોસ્પિટલના વધુ ચાર રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુની ઝપટે ચઢ્યા છે. છેલ્લા બે મહિનામાં તબીબોને ડેન્ગ્યુ થયાના 25 કેસ નોંધાયા છે. અહીં હોસ્પિટલમાં મૂકવામાં આવેલા પાણીના કૂલરોની યોગ્ય સફાઈ નહીં થતી હોવાના કારણે તેમને ડેન્ગ્યુનો થયો હોવાનો સ્વીકાર ખુદ મેયર ગૌતમ શાહે કર્યો છે. સાથોસાથ શહેરમાં છેલ્લા 25 દિવસમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના 2200 જેટલા કેસ નોંધાયા છે. જો કે, તંત્રનો દાવો છે કે, ગત વર્ષની તુલનામાં આ કેસ ઘણા ઓછા છે.

જાન્યુ.-સપ્ટે. સુધીમાં સિવિલમાં 553 મોત
રોગકુલ કેસમોત
ન્યુમોનિયા550428
સ્વાઇન ફ્લૂ5822
ડેન્ગ્યુ2743
ઝેરી મેલેરિયા554
સાદો મેલેરિયા4411
વાઈરલ ફિવર6938
કમળો229457
કુલ3741553
- સિવિલમાં સપ્ટે.માં નોંધાયેલા દર્દીઓ
રોગકુલ કેસમોત
સ્વાઇન ફ્લૂ00
ડેન્ગ્યુ1572
ચિકન ગુનિયા120
ઝેરી મેલેરિયા214
સાદો મેલેરિયા6938
વાઈરલ ફિવર135
કમળો1674
ઝાડા ઊલટી50
અન્ય સમાચારો પણ છે...