MBA-MCA માટે 27મીથી પિન અપાશે, 53 હેલ્પ સેન્ટર પરથી થશે વેરિફિકેશન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  રાજ્યની 178 એમબીએ-એમસીએ કોલેજોની 15000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં 27મી જૂનથી પિન આપવાની કાર્યવાહી શરૂ કરાશે. જ્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 28મી જૂનથી શરૂ થશે. 27મી જૂનથી ત્રીજી જુલાઈ દરમિયાન કોટક મહિન્દ્રા બેન્કની નિર્ધારિત 35 બ્રાન્ચ પરથી એમબીએ માટે રૂ. 500 અને એમબીએ-એમસીએ માટે કમ્બાઈન્ડ પિનના રૂ. 700 આપ્યા બાદ વિદ્યાર્થીઓ  પિન મેળવી શકશે. 28મી જૂનથી ચોથી જુલાઈ દરમિયાન વિદ્યાર્થીઓ 53 હેલ્પસેન્ટરો પરથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશે. જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

એમએસસીની 1577 બેઠક માટે 24મીએ બપોરે 4  સુધીમાં 2500 પિન અપાઈ છે, જ્યારે 500થી વધુએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓને 29મીની બપોરે 4 સુધી પિન અપાશે, જ્યારે  29મીએ રાત્રે 12 સુધી 10 સેન્ટરોમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરાશે. એમએની 26 કોલેજોની 4035 બેઠક પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 24મી જૂન બપોરે ચાર સુધીમાં કુલ 400થી વધુ પિન અપાઈ છે, જ્યારે 100થી વધુએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

સાંજના પાંચ સુધીમાં જમા કરાવી શકશે

27 જૂનથી પહેલી જુલાઈ  ઉમેદવારો કેટેગરી પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો રજૂ કરી શકશે. ધો 10 પછીના પ્રથમ વર્ષ ડિપ્લોમા ઈજનેરી પ્રવેશ કાર્યક્રમમાં જે ઉમેદવારોને કેટેગરીનું પ્રમાણપ્રત્ર કે આવકનું પ્રમાણ પછીથી મળવાના કારણે સુધારો કરવાનો થતો હોય તેવા ઉમેદવારો નજીકના હેલ્પસેન્ટર ખાતે દસ્તાવેજોની ચકાસણી કરીને એડિટ ફોર્મ ભરીને હેલ્પ સેન્ટરના અધિકારીને 27મી જૂનથી  પહેલી જુલાઈ દરમિયાન સાંજના પાંચ સુધીમાં જમા કરાવી શકશે.
 
આગળ વાંચો, ફાર્મસીની 5104 બેઠક સામે 11311 રજિસ્ટ્રેશન