તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જરૂર પડે દલિતો માટે રોડ પર આવવા તૈયાર: સમર્થનમાં હાર્દિક પટેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : દલિતો પર ઉનામાં થયેલા અત્યાચારના મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલમાં ઉદેપુર સ્થિત હાર્દિક પટેલે જણાવ્યું છે કે ‘ગુજરાતમાં દલિત સમાજને શાંતિ જાળવવાની અપીલ છે. આવો આપણે સાથે મળીને ન્યાય મેળવીએ. જો જરૂર પડશે તો દલિત સમાજ માટે રોડ ઉપર આવવા પણ તૈયાર છીએ.’ હાર્દિકે માયાવતી પ્રત્યે ભાજપના નેતાએ આપેલા નિવેદનની નિંદા કરતા જણાવ્યું કે ‘ભાજપના નેતાએ માયાવતી વિરુદ્ધ આપેલું નિવેદન શરમજનક છે. માયાવતીએ પોતાના સમાજ માટે ઘણું કામ કર્યું છે.’

જયેશે ઋષિકેશમાં બેઠક કરવી જોઇએ

હાર્દિક પટેલે મુખ્યમંત્રી આનંદીબેનના જમાઈ અને ગુજરાત હરિજન સેવક સંઘના અધ્યક્ષ જયેશ પટેલ પર પ્રહારો કરતા જણાવ્યું કે ‘એક તરફ રાજ્યમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે ગુજરાત હરિજન સંઘના અધ્યક્ષ જયેશ પટેલ ઓલ ઈન્ડિયા હરિજન સેવક સંઘની 22-23 જુલાઈએ એકાએક બેઠક બોલાવીને ઋષિકેશ ઉપડી ગયા છે. સંઘનું મુખ્ય કાર્ય ગુજરાતમાં જ્યાં પણ અત્યાચાર થાય ત્યાં જઈને મદદ કરવાનું છે પરંતુ જયેશ પટેલ તો હિલ સ્ટેશન પર હવા ખાઈ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો