‘મેક ઈન ઈન્ડિયા’ માટે સહિયારો પ્રયાસ કરવો પડશે: અથ્રેય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈઆઈએમ-કોલકાત્તાના ભૂતપૂર્વ પ્રોફેસર અને પદ્મભૂષણ અને મેનેજમેન્ટ એડવાઈઝર ડો.એમ.બી.અથ્રેયે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ‘મેક ઈન ઈન્ડિયા’ સબ્જેક્ટ પર વક્તવ્ય આપ્યું હતું.
અમદાવાદ: ‘મેક ઈન ઈન્ડિયા’એ ઈન્ડિયામાં કંપનીઓને પોતાના આંગણે તેમની પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવા માટે પ્રોત્સાહિત કરવાનું માત્ર એક ઈનિશિએટિવ નથી. તેનો હેતુ ઓલઓવર ગ્રોથનો છે. તેના માટે કેમિકલ, આઈટી, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ અને ઈલેક્ટ્રોનિક્સ સહિત 25 સેક્ટરને આઈડેન્ટિફાય કરાયા છે જેનાથી જોબ ક્રિએટ થઈ શકે. 7 વર્ષના ગાળામાં આવી 100 મિલિયન જોબ ક્રિએટ કરવાની તેમાં વાત છે ત્યારે માત્ર ગવર્નમેન્ટ જ નહીં કોર્પોરેટ્સ સેક્ટરે પણ તેમાં મહત્વપૂર્ણ જવાબદારી અદા કરવી પડશે.’ આ શબ્દો છે આઈઆઈએમ કોલકાત્તા ભૂતપુર્વ પ્રોફેસર અને પદ્મભૂષણ અને મેનેજમેન્ટ એડવાઈઝર એવા ડો.એમ.બી.અથ્રેયના. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે તેમણે ‘મેક ઈન ઈન્ડિયા’ સબ્જેક્ટ પર વક્તવ્ય આપ્યું હતું.

બીજી વાત છે જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ શેર 15 ટકાથી વધારીને 25 સુધી કરવાની આથ્રેયાએ જણાવ્યું કે, ‘ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ઈન્ડિયન કંપનીને આગામી ત્રણ વર્ષમાં એક્સપાન્ડ કરવાની જરૂર છે. તેના માટે ક્વોલિટી પ્રોડક્ટ જે ચીન, જર્મની સહિતના દેશોની કંપનીઓ કરતા વધારે સારી હોય તેના ઉત્પાદન પર ભાર મૂકવો પડશે. ઓલઓ‌વર તેની પોઝિટીવ ઈફેક્ટ રોજગારી ઉપર પડશે. આપણી કંપનીઓના ક્વોલિટી ઉત્પાદનની સાથે સાથે નવી ફોરેન કંપનીઓનું ઈન્વેસ્ટમેન્ટ ભારતમાં આવે તે પણ એટલંુ જ જરૂરી છે. તે માટે તેમને અહીં યોગ્ય વાતાવરણ પૂરું પાડવું અને પ્રોત્સાહક લાભો આપવા તે દરેક સ્ટેટ ગવર્નમેન્ટની જવાબદારી છે. મેક ઈન ઈન્ડિયા માટે સૌએ મળીને સહિયારો પ્રયાસ કરવો પડશે.
અન્ય સમાચારો પણ છે...