તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ઈમોશનલ છું એટલે કમર્શિયલ ન થઈ શક્યો’, ‘પી.ખરસાણીનો વેશ’ પુસ્તકનું લોકાર્પણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ‘પી.ખરસાણીનો વેશ’ પુસ્તકનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગની શરૂઆત અર્ચન અને નિસર્ગ ત્રિવેદીએ ભવાઈના ફોર્મમાં કરી હતી.

અમદાવાદ : એક એવો ગુજરાતી કલાકાર જેનું નામ પડતાં દર્શકોના હોઠ મલકી ઉઠે છે. જેણે હાસ્યના હલેસે અને મનોરંજનના મોજાં થકી નાટકો, ફિલ્મો અને ટીવી ઉપરની રજૂઆતના તારણહાર છે. ગુજરાતીઓ તેમને પી ખરસાણી તરીકે ઓળખે છે પણ મૂળ નામ છે પ્રાણલાલ ખરસાણી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં શુક્રવારની સાંજ 90 નોટઆઉટ એવા પી ખરસાણીની છ દાયકાની અભિનય સફરને નામ રહી હતી. પ્રસંગ હતો ‘પી. ખરસાણીનો વેશ’ પુસ્તકના લોકાર્પણનો. આ પ્રસંગની શરૂઆત અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદીએ ભવાઈના ફોર્મમાં કરી હતી.

શું છે આ પુસ્તકમાં

207 પેજના ‘પી. ખરસાણીનો વેશ’પુસ્તકમાં તેમના જીવનનું ‘એડિટ વર્ઝન છે. તેને તેમના પુત્ર પ્રફુલ ખરસાણીએ ભવાઈના ફોમમાં લખ્યું છે. તેમાં ફ્લેશબેકમાં ખરસાણીની જીવન ઝરમર દર્શાવતા રંગલા-રંગીલીના સંવાદો છે.

પુસ્તકનો એક સંવાદ

રંગલો-હા આજે આપણે એજ વેશ ભજવવાનો છે જ્યાં આંસુ પણ ખડખડાટ હાસ્ય સાથે વહે છે.
રંગલી-ભજવીશું પણ તેનું નામ તો કહો
રંગલો-આજે આપણે ‘પી. ખરસાણીનો વેશ’ ભજવવાનો છે.

‘હું’ને મોટો થવા દીધો નથી

જયશંકર સુંદરીના સમકાલીન છે,મોટા ગજાના આર્ટિસ્ટ છે પણ પોતાના વિશે બહું ઓછંુ બોલે છે. પોતાના ‘હું’ને ક્યારેય મોટો થવા દીધો નથી.
માધવ રામાનુજ, સાહિત્યકાર

કોમર્શિયલ ન થયો પણ...

મેં ઘણી ફિલ્મો,નાટકો અને દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યા કોમર્શિયલ ન થઈ શક્યો પણ ઈમોશનલ હોવાનો ઠાઠ ભોગવ્યો છે.- પી. ખરસાણી, કલાકાર
અન્ય સમાચારો પણ છે...