અફીણવાળી આયુર્વેદિક દવા US, કેનેડા મોકલવાનું કૌભાંડ પકડાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ :  અફીણ મિશ્રિત આયુર્વેદિક દવાઓ યુએસ અને કેનેડા મોકલતા ભરૂચ અને સુરતના 3 વ્યક્તિની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ધરપકડ કરી છે. તેમની પાસેથી ઈન્ટરનેશનલ માર્કેટમાં 2 કરોડની એચ શિડ્યૂલ ડ્રગમાં આવતી 27 હજાર કેપ્સ્યૂલ અને ટેબ્લેટ કબજે કરી છે. 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર હરિઓમ ગાંધીના જણાવ્યા અનુસાર, ભરૂચની કુરિયર કંપનીમાંથી મહોમ્મદ આરીફ (રહે-ભરૂચ) નામની વ્યક્તિ વિદેશમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો મોકલવા માટે લેવા આવવાનો હોવાની બાતમી મળી હતી. મહોમ્મદ આરીફ 27મીએ કુરિયર કંપનીમાંથી બે પાર્સલ સાથે બહાર નીકળતા એનસીબીએ તેની અટકાયત કરી કામિની વિદ્રાવણ રસની 650 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. 

આ દવાઓ અંગે પૂછપરછ કરતા આરીફે જણાવ્યું કે, સુરતના મહોમ્મદ ઉમર આ દવાઓ યુએસ અને કેનેડા મોકલાવે છે. આ દવાઓ આરીફે ઉમરના અન્ય સાગરીત મહોંમદ ઝફરને આપવાનો હતો. દરમિયાન મહોંમદ ઝફરને પણ એનસીબીએ પકડી પાડ્યો હતો. એનસીબીએ ભરૂચમાં મહોંમદ આરીફના ઘરેથી ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂ. 2 કરોડની કિંમતની કુલ 27 હજાર ટેબ્લેટને કબજે કરી હતી. આરોપી મહોમ્મદ આરીફ, મહોંમદ ઝફર અને મહોંમદ ઉમરની ધરપકડ કરાઈ હતી.   

યુએસ-કેનેડાના રિસિવરોની પણ તપાસ થશે
ભરૂચના આરિફ તેમજ તેના સાગરિતો દ્વારા યુએસ તેમજ કેનેડા ખાતે પ્રતિબંધિત દવાનો સપ્લાય મોકલવામાં આવતો હતો. યુએસ તેમજ કેનેડામાં તેઓએ કોને - કોને દવાઓનો જથ્થો મોકલ્યો હતો. તેની વિગતો મેળવાઇ રહી છે. જે બાદ યુએસ તેમજ કેનેડાની એજન્સીઓને તેમની વિગતો આપી તેમની પણ તપાસ કરવામાં આવશે. એક તબક્કે યુરોપમાં પણ દવાઓ મોકલાતી હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...