તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લિકેટ ચૂંટણીકાર્ડ માટે અરજદારોની લાંબી કતાર, કલેક્ટર કચેરીમાં માત્ર બે જ કાઉન્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ચાલી રહેલા સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વ્યવસ્થાના અભાવે અરજદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં પૂરતી વ્યવસ્થા કરવામાં નહીં આવતા ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ માટે છેલ્લા બે દિવસથી લાંબી લાઇનો જોવા મળે છે. લાંબી લાઇનો હોવા છતાં જિલ્લા કચેરીમાં માત્ર બે જ કાઉન્ટર રાખવામાં આવ્યા છે. સ્ટાફના અભાવે વધુ કાઉન્ટર ખોલી શકાતા નહીં હોવાનું અધિકારીઓ જણાવે છે.

અધિકારીઓના મતે સ્ટાફ નહીં હોવાના કારણે કાઉન્ટર વધુ ખોલી શકાતા નથી

અરજદારોના જણાવ્યા અનુસાર જિલ્લામાં નિયત કરાયેલા મતદાર સુવિધાના 14 કેન્દ્ર પર પણ લાંબી લાઇનો હોવાથી અધિકારીઓ ડુપ્લિકેટ ચૂંટણીકાર્ડ માટે કલેક્ટર કચેરીમાં મોકલે છે. કલેક્ટર કચેરીમાં આવી ત્યારે અધિકારીઓ 14 કેન્દ્રમાં વ્યવસ્થા હોવાનું જણાવાય છે. ચૂંટણી પંચે ચૂંટણીકાર્ડની કામગીરી માટે પ્રત્યેક જિલ્લાને વ્યવસ્થા કરવા માટે ખાસ સૂચનાઓ આપી છે. પરંતુ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્ટાફના અભાવે પૂરતી વ્યવસ્થાનો અભાવ છે.
લોકો સુવિધા કેન્દ્રો અને કલેક્ટર કચેરી વચ્ચે અફળાતા હોવાની વ્યાપક ફરિયાદ

જિલ્લા કલેક્ટર કચેરીમાં ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ ઉપરાંત રૂપિયા 30ના દરેથી પીવીસી ચૂંટણી કાર્ડ કાઢી આપવાની કામગીરી ચાલે છે. પરંતુ સ્ટાફના અભાવે ડુપ્લિકેટ ચૂંટણીકાર્ડ માટે માત્ર બે જ કાઉન્ટર ઊભા કરાયા છે. જેના કારણે છેલ્લા બે દિવસથી લાંબી લાઇનો જોવા મળે છે. અરજદારોએ જણાવ્યું હતું કે સરકાર હાઇટેક અને મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે. પરંતુ ચૂંટણી કાર્ડ કાઢવા માટે પૂરતી વ્યવસ્થા જ નથી. અરજદારોને કલાકો સુધી લાંબી લાઇનો ઊભા રહેવું પડે છે. અરજદારો માટે બેસવાની વ્યવસ્થા નથી. ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ માટે બે કાઉન્ટર ઊભા કરાયા હોવાથી અરજદારને નામની ચકાસણી માટે ભારે હાલાકી પડી રહી છે. નામ ચકાસણી પછી ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ કાઢવામાં આવ છે. આ પ્રક્રિયામાં ઘણો સમય જતો રહે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ડુપ્લિકેટ ચૂંટણીકાર્ડ માટે મેઘાણીનગર, નારોલ, લાલ દરવાજા, વસ્ત્રાપુર, સાણંદ, ધંધૂકા, ધોલેરા, વિરમગામ, માંડલ, દેત્રોજ, ધોળકા, બાવળા, દસક્રોઇ અને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કામગીરી ચાલે છે. તેમછતાં અરજદારો માત્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવે છે. જેના કારણે લાંબી લાઇનો લાગે છે. કાઉન્ટરની સંખ્યા વધારવાની ક્વાયત ચાલી રહી છે. અગાઉ સર્વર ડાઉન થવાને કારણે અરજદારોને ધરમધક્કા ખાવ પડ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...