તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ'વાદ: થલતેજ, નહેરુબ્રિજ પર બુધવારે રાત્રે અકસ્માત: 1 મોત, 3 ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: બુધવારે મોડી રાત્રે થલતેજ અને નેહરુબ્રિજ ઉપર ગંભીર અકસ્માતો થયા હતા. નેહરુબ્રિજ પર થયેલાં અકસ્માતમાં હેલ્મેટનો ભૂક્કો થયા બાદ માથું ફાટી જતા યુવકનું મોત થયું છે. 
 
 
બેંકમાં નોકરી પતાવી ઘરે જતો હતો યુવક
 
નહેરૂબ્રિજ પર થયેલા અકસ્માતમાં મોતને ભેટનાર યુવક સાગર પંકજભાઈ શાહ પાલડી વિસ્તારનો રહેવાસી છે. બેંકમાં નોકરી કરતો સાગર જોબ બાદ ઘરે જઈ રહ્યો હતો. તે સમયે તેણે બાઈક પર કાબૂ ગુમાવતા બાઈક પરથી પડેલો સાગર ડિવાઈડર સાથે પડકાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે, હેલમેટનો ભુક્કો બોલાઈ ગયો હતો અને સાગરનું માથું ફાટી ગયું હતું. ગંભીર રીતે ઘાયલ સાગરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 
 
થલતેજથી સોલા જતા માર્ગ પર ડિવાઈડર કૂદી કાર ટેમ્પો પર પડી 
 
એસ.જી. હાઈવે ઉપર હેબતપુર સર્કલ પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલ પાસે રાત્રે 9 વાગ્યાની આસપાર પૂરઝડપે જઈ રહેલી ઈન્ડીકા કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુએ ટેમ્પો ઉપર જઈ પડી હતી. અકસ્માતમાં ટેમ્પાનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી જતા, ટેમ્બો ચાલક ફસાઈ ગયો હતો. જેને ફાયરબ્રિગેડના જવાનોએ બહાર કાઢ્યો હતો. અકસ્માત બાદ વડોદરા પાસિંગની કારનો ચાલક ફરાર થઈ ગયો હતો, જેની સામે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે. 
 
વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો.....