તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તાની લાલચે બેફામ લૂંટ, પોલીસની હાજરીમાં ઘરવખરીની લૂંટફાટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...કહેવત ફરી સાચી પડી છે. સૈજપુર-બોઘા, નરોડા અને સરદારનગરમાં 6 મહિનાથી ઘેર ઘેર એક પેમ્ફલેટ ફેંકી ફ્રીઝ, ટીવી, કૂલર, વાસણો, મોબાઈલ, પલંગ, સોફા મળી કુલ 50 થી વધુ જેટલી વસ્તુઓ ‘ધમાકેદાર 45 ટકા ડિસ્કાઉન્ટ’માં મળશે તેવી જાહેરાત કરી પૈસા એડવાન્સમાં લેવામાં આવ્યા હતા અને બિલમાં ડિલિવરીની તારીખ લખાતી હતી. જો કે આ તારીખે વસ્તુ ન મળતા લોકોએ દુકાન તોડીને અંતે લૂંટફાટ ચલાવી હતી.

‘અન્ના’ નામની વ્યક્તિ અને તેના 15 મદ્રાસી સાથીઓએ પેમેન્ટ એડ્વાન્સ લીધું હતું. સોફાસેટ, ફ્રીઝ, ટીવી, કૂલર, વાસણો, મોબાઈલ, ખુરશી, ટેબલ, કૂકર જેવી વસ્તુઓ 21 માર્ચે આપવાની હતી. ડિલિવરીના દિવસે જ દુકાન બંધ રહેતા લોકોને ઠગાઈની જાણ થઈ. સ્થાનિકોના જણાવ્યા મુજબ  6 આ ખેલ ચાલતો હતો. લોકોનો વિશ્વાસ જીતવા એક કે બે વખત ડિસ્કાઉન્ટથી વેચાણ કરાયું પછી દુકાનને તાળું વાગી જતાં લોકો દુકાન તોડી જે હાથમાં આવ્યું તે લઈને ભાગી છૂટ્યા હતા.

આગળ જુઓ, વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો