તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Notice To The High Court Election Commission, Not Being Permanently Appointed As DGP

DGP પદે કાયમી નિમણૂક ન થતાં હાઇકોર્ટની ચૂંટણીપંચને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: રાજ્યમાં ડીજીપી પદે કાયમી અધિકારીની નિમણૂક નહીં કરી કાયદાનો સરેઆમ  ભંગ કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત સાથેની પિટિશનમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ચૂંટણીપંચને નોટિસ પાઠવી છે. હાલ તમામ વહીવટી સત્તા ચૂંટણીપંચ પાસે હોવાથી 5મી ડિસેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.  બીજી તરફ ગીથા જોહરી ગુરુવારે નિવૃત્ત થશે.

 

DGP ગીથા જોહરી આજે નિવૃત્ત થશે, નવા DG અંગે અસમંજસ

 

 આ કેસની વિગત એવી છે કે, પૂર્વ આઇપીએસ રાહુલ શર્મા દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી પિટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા બદઇરાદા પૂર્વક લાંબા સમયથી ઇન્ચાર્જ ડીજીપીથી ચલાવવામાં આવે છે. તેને કારણે અનેક અધિકારીઓ નેતાઓ સાથે સીધી મુલાકાતો અને બેઠકો કરે છે અને તે અંગે ડીજીપીને ખબર જ નથી હોતી.


દરમિયાન તેને કારણે પોલીસનું મોરલ પણ ડાઉન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપતા સરકારે એવો જવાબ રજૂ કર્યો હતો કે, હાલ ચૂંટણી આચારસંહિતાને કારણે તમામ વહીવટી સત્તા ચૂંટણીપંચ  પાસે છે. જેથી ડીજીપીની નિમણૂક કરવાની સત્તા તેમની પાસે નથી.


જે બાદ રાહુલ શર્મા દ્વારા પક્ષકાર તરીકે ચૂંટણીપંચને જોડતા હાઇકોર્ટે આજે ચૂંટણીપંચને નોટિસ પાઠવી છે. જેમાં આગામી 5મી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

 

અમને કોઇ દરખાસ્ત મળી નથીઃ સ્વૈન

 

મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈને કહ્યું હતું કે, અમને સરકાર તરફથી હજુ સુધી કોઇ દરખાસ્ત મળી નથી, દરખાસ્ત મળશે પછી પંચ એ દિશામાં કોઇ વિચારણા કરશે. અમને ગઇકાલે જ હાઇકોર્ટની નોટીસ મળી હતી, જેમાં અમે જવાબ આપવા માટે સમય માંગ્યો હતો અને 5મી ડિસેમ્બર સુધીનો સમય અપાયો છે.


પ્રમોદકુમારને નવા DGP બનાવે તેવી શક્યતા

 

ગીથા જોહરી વયમર્યાદાનાં કારણે ગુરુવારે નિવૃત્ત થાય છે ત્યારે સરકાર તેમણે એકશટેન્શન આપે તેવી શકયતા ઓછી છે. જો તેમને એકસ્ટેન્શન ન અપાય  તો સિનીયોરિટી પ્રમાણે હોમગાર્ડના ડીજીપી પ્રમોદ કુમાર અથવા હાલ આઇબીના ડીજીપી શિવાનંદ ઝાને ડીજીપી બનાવાય તેવી શકયતા છે.

 

અન્ય સમાચારો પણ છે...