તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: હજુ દોઢ વર્ષ સુધી મકાનની કિંમતમાં ખાસ વધારાની શક્યતા નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એકટ (રેરા)ના અમલ માટે રાજ્ય સરકારે નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી છે. છતાં અમલની કેન્દ્રીય ગાઈડલાઈન્સ આવતા અને રાજ્યમાં તેને અમલી બનાવતા એકથી દોઢ વર્ષનો સમય લાગશે. આમ આગામી દોઢ વર્ષ સુધી મકાનોની કિંમતમાં ખાસ વધારો થવાની શક્યતા નથી. રેરાના અમલથી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા નાના બિલ્ડરો ખોવાઈ જશે.

રાજ્ય સરકારે નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી પણ અમલમાં એકથી દોઢ વર્ષ લાગશે

10 ટકાના રોકાણમાં થતા કરોડોના પ્રોજેકટ શરૂ કરી દેનારા બિલ્ડરો માર્કેટમાં ટકી શકશે નહીં અને મૂળ બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલા જ માર્કેટમાં ટકી શકશે. જેના કારણે મકાનો અત્યારે જેટલી માત્રામાં બની રહ્યાં છે તેમા પણ નોંધપાત્ર ઘટાડો થશે અને સપ્લાય ઓછો થતા ભાવ વધવાની દહેશત છે. 2012 પછી રિયલ એસ્ટેટ ક્ષેત્ર મકાનોના ભાવ બહુ ઊંચકાયા નથી. સામે નવા મકાનોની સંખ્યામાં દર વર્ષે 5 ટકા જેટલો વધારો થયો છે. મંદીને કારણે ભાવ ઊંચકાયા નથી અને મકાનોનો સપ્લાય મોટા પ્રમાણમાં વધ્યો છે. પણ મકાનો વેચાતા નથી ત્યારે હાલના સંજોગોમાં ભાવમાં કોઈ મોટો ઉછાળો નથી.

રેરાથી બિલ્ડરોની લિક્વિડીટી ઘટશે, મકાનની કિંમતમાં 50 ટકા સુધી વધારો થઈ શકે છે

રેરાથી હાલમાં મકાનો જે ભાવે મળે છે તેના કરતા પચાસ ટકા જેટલા ભાવો વધી શકે તેમ છે. રેરાની જોગવાઈ પ્રમાણે, બિલ્ડરોઅે 70 ટકા રકમ તો સેપરેટ ખાતામાં રાખવાની થશે. જેથી નાણાંની લિક્વિડિટી રહેશે નહીં. બિલ્ડરે પાંચ વર્ષ માટે  મેઈન્ટેનન્સ કોસ્ટ પણ અલગ રાખવી પડશે. પરિણામે સ્કીમ માટે જે જમીન ખરીદી હશે તેના નાણાંની રિકવરી હાલમાં જે બે વર્ષે શકય બને છે તેને ચાર વર્ષ લાગશે. ટાઈટલ ક્લીયર અને પ્રોજેકટ જવાબદારીનો વીમો પણ લેવાનો હોવાથી કન્સલ્ટન્ટ સહિતના ચાર્જ વધશે.

અત્યારે કોઈ પણ બિલ્ડરે પોતે ખરીદેલી જમીનના પૈસા ચૂકવ્યા ન હોય તો પણ સ્કીમની જાહેરાત કરી બુકિંગ લેતા હતા. અને પછી પ્લાન પાસ કરાવી સ્કીમ લોન્ચ કરતા હતા. પણ હવે રેરાનું પ્રમાણપત્ર આવશ્યક હોવાના કારણે તે પહેલા એન્વાયરન્મેટ પરમિશન, પ્લાન પાસ કરાવવો પડશે. આ પ્રક્રિયામાં જ 13 મહિનાનો સમય લાગી શકે છે. આ પછી રેરાનું પ્રમાણપત્ર 30થી 60 દિવસમાં મળશે. સરવાળે જમીન ખરીદ્યા પછી દોઢ વર્ષે સ્કીમની જાહેરાત થઈ શકશે અને તે પછી બુકિંગના નાણા મળશે. આટલો સમય રોકાણ કરવાથી પણ ભાવમાં વધારો થશે.

-74 હજાર મકાનના પ્લાન અટવાઈ શકે

કોર્પોરેશન હદમાં 52 હજાર મકાનો અને ઔડામાં 22 હજાર મળી કુલ 74 હજાર મકાનો તૈયાર થઈ રહ્યાં છે. આ તમામના મકાનોના પ્લાન જે તે ઓથોરિટીએ બિલ્ટઅપ એરિયા પ્રમાણે પાસ કર્યા છે. રેરાના કાયદા પ્રમાણે, કાર્પેટ એરિયા પ્રમાણે પ્લાન પાસ હોવા જોઈએ. રેરાના અમલ પછી કાર્પેટ એરિયા પ્રમાણે પ્લાન પાસ નહીં થયેલા મકાનો માટે રેરાનું પ્રમાણપત્ર મળવું શકય નથી. ગાહેડના પ્રમુખ દીપક પટેલે ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, ‘અમે સરકાર સમક્ષ પણ આ અંગે રજૂઆત કરી છે. હવે પછીના પ્લાન કાર્પેટ એરિયા પ્રમાણે પાસ કરવામાં આવે અને જેટલા મકાનો બની રહ્યાં છે તેમને નોટિસ પાઠવી એક કટ ઓફ ડેટ નક્કી કરવામાં આવે.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો