તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ: ધો-8 સુધી વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાની નીતિ બદલાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્યમાં આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરવાની હાલની નીતિ ટૂંક સમયમાં જ બદલાય તેવી શક્યતા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી શિક્ષણમાં નબળો હોય તો તેને નાપાસ કરવાની નીતિ આવી શકે છે. સમગ્ર દેશમાં તેનો એકસરખો અમલ કરવાના સ્થાને કેન્દ્ર સરકાર દરેક રાજ્યને આ મામલે પોતાને અનુકૂળ નીતિ અપનાવવાનો પણ વિકલ્પ આપે તેવી સંભાવના છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રાજ્યોની સત્તા વધશે

કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષથી નવી શિક્ષણ નીતિની દિશામાં નક્કર પ્રયાસો હાથ ધર્યા છે. આમાં દરેક રાજ્ય પાસેથી શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તતતા પડકારોથી માંડી શિક્ષણનું સ્તર સુધારવા કેવા ફેરફારો થવા જોઈએ તેના સઘન અભિપ્રાયો મંગાવ્યા છે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયની એક ‌વિશેષ ટીમે દરેક રાજ્યોનો પ્રવાસ કરી આ વિષે વધુ જાણકારી પણ મેળવી છે. હાલ નવી શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર થયો છે. સમાજના પ્રત્યેક વર્ગ પાસેથી તેનો અભિપ્રાય મેળવવામાં આવ્યો. ઓક્ટોબર મહિનામાં મંત્રાલય આ અભિપ્રાયોના પગલે શિક્ષણ નીતિને આખરી ઓપ આપશે.

વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવા બાબતે કેન્દ્ર દ્વારા હવે રાજ્યોને જ સંપૂર્ણ સત્તા આપવામાં આવે તેવી શક્યતા

રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વધુ સારા પરિણામો મેળવવા જે ભલામણો થઈ તેમાં આઠમાં ધોરણ સુધીના વિદ્યાર્થીને નાપાસ જ નહીં કરવાની રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે જોગવાઈ છે તે દૂર કરવાની પણ માંગ થઈ છે. સૂત્રોએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિની બહુ ઝડપથી જાહેરાત થવાની છે. આમાં, નબળા વિદ્યાર્થીને પણ આગલા વર્ગમાં ભણવા જવા દેવાની છુટછાટ બંધ કરવાનો પણ વિકલ્પ રહેશે. આ ઉપરાંત, જે રાજ્યો માનતા હોય કે આ પ્રકારની જ નીતિ જરૂરી છે તેઓ નાપાસ નહીં કરવાની હાલની નીતિ ચાલુ રાખે તેવી પણ મુક્તિ મળશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો