તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરોડા હત્યાકાંડ: કોર્ટે સમન્સ કાઢી જુબાની માટે બોલાવ્યા નહોતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ફાઈલ ફોટો )
 
અમદાવાદ: નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં માયાબેન કોડનાનીના પતિ ડો. સુરેન્દ્રભાઇએ ઊલટ તપાસ કહેલું કે નરોડા પાટિયા કેસમાં કોર્ટે સમન્સ કાઢી જુબાની માટે બોલાવ્યો ના હોવાથી મેં જુબાની આપી નથી. એટલું જ નહીં, બનાવના દિવસે માયાબેન આખો દિવસ વ્યસ્ત રહ્યા હતા અને છેક સાંજે પાંચ વાગ્યે ઘરે આવ્યાનું પણ તેમણે કહ્યું હતું.
 
28મીએ સવારે માયાબેન વિધાનસભા ગયાં બાદ  સાંજે પરત આવ્યાં
 
ભાજપના પૂર્વ મંત્રી અને નરોડા ગામ કેસના મુખ્ય આરોપી માયાબેન કોડનાનીના પતિ ડો.સુરેન્દ્રભાઇની ઊલટ તપાસ સરકારી વકીલ એચ.એસ.શાહે લીધી હતી. જેમાં સુરેન્દ્રભાઇએ કહેલું કે 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7.30 વાગે માયાબેન વિધાનસભામાં ગયેલાં ત્યાંથી તેઓ સોલા સિવિલ ગયેલાં. ત્યારબાદ તેઓ સૈજપુરમાં આવેલા તેમના ક્લિનિકમાં એક મહિલાની ડિલિવરી કરવા માટે રોકાયાં હતાં. સાંજે 5 વાગે તેઓ ઘરે આવ્યાં હતાં.
બનાવના દિવસે તેમની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા લતાબેન ગુર્જર હાજર હતાં કે કેમ તે અંગે મને ખબર નથી. પરંતુ એ દિવસે આયા તરીકે કામ કરતા હસુબેનનો ફોન આવેલો અને તેમણે મહિલા દર્દી અંગેની જાણ કરી હતી.

કેસમાં સીટના અધિકારી પી.એલ.માલ અને વી.વી.ચૌધરીએ મારા નિવેદનો લીધા

નરોડા પાટિયા કેસમાં વી.વી.ચૌધરીએ મારું નિવેદન લીધેલું તે અંગે ખબર નહીં હોવાનું સુરેન્દ્રભાઇએ જણાવેલું. તેમજ નરોડા પાટિયા કેસમાં કોર્ટનું પણ કોઇ સમન્સ આવ્યું ના હોવાથી જુબાની આપી નહોતી. તેમની ઊલટ તપાસ પૂર્ણ થતાં ખાસ ડેઝીગ્નેટેડ જજ પી.બી.દેસાઇએ વધુ સુનાવણી 14 જુલાઇના રોજ રાખી છે. ઉલ્લેખનીય છે કે, નરોડા ગામ કેસની સુનાવણી દરમિયાન અત્યારસુધીમાં આવી ઘણી રસપ્રદ ઘટનાઓ સામે આવી ચૂકી છે.
 
નરોડા ગામકાંડની જાણ બીજા દિવસે થઈ હતી
 
ભાજપના કોર્પોરેટર દિનેશ મકવાણાની જુબાની કહેલું કે મારા પિતરાઇ ભાઇ ઉમાકાંતનું ગોધરાકાંડમાં મોત નિપજ્યું હોવાથી મદદ માટે 28 ફેબ્રઆરીએ સવારે 10.30 વાગે માયાબેનને ફોન કરેલો. ત્યારે તેમણે કહેલું કે હું સોલા સિવિલમાં છું. અને મૃતકોની બોડી તેમના પરિવારજનોને અપાવવા માટે મદદ કરી રહી છું. મકવાણાએ વધુમાં કહેલું કે ગોધરાકાંડ, વિહિપે આપેલ બંધનું એલાન અને નરોડા ગામ હત્યાકાંડની જાણ બીજા દિવસે થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...