તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરોડા ગામ કેસ: 300 સાક્ષીને ફરી તપાસવા કોર્ટ અરજી, 1 ઓગસ્ટે સુના‌વણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : ગોધરાકાંડ બાદના કોમી તોફાનો પૈકીના નરોડા ગામ કેસની સુનાવણીમાં આરોપીના એડ્વોકેટ સરકાર પક્ષે 300થી વધુ સાક્ષીઓ તપાસ્યા ન હોવાનું કારણ આગળ ધરીને સાક્ષીઓને તપાસવાની અરજી કરી છે. આ ઉપરાંત, ગોધરાકાંડ સમયની ટેલિફોનિક સિડી બનાવનારા તત્કાલીન આઈપીએસ રાહુલ શર્માને આરોપી બનાવવાની અરજી સ્પેશિયલ કોર્ટમાં કરી છે. આ અંગે 1 ઓગસ્ટે સુનાવણી યોજાશે.

નરોડા ગામ કેસના સાક્ષીઓને તપાસ્યા ન હોવાની રજૂઆત: 1 ઓગસ્ટે સુના‌વણી

ગોદરાકાંડ બાદના કોમી તોફાનો પૈકીના મહત્વના 9 બનાવોની સુપ્રીમ કોર્ટ દ્વારા ફેર તપાસ કરવા સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ની રચના કરી હતી. એસઆઈટીએ તપાસનો દોર બની નરોડા ગામ કેસમાં વધુ 84  જેટલા આરોપીઓ  અને 180થી વધુ સાક્ષીઓ સાથેની સ્પે. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન કેસના તપાસ અધિકારી પી.એલ.માલની મેરથોન અઢી વર્ષ જેટલી ઊલટતપાસ પૂર્ણ થઈ હતી.

ત્યારબાદ એસઆઈટીએ કેસની સુનાવણી પૂર્ણ કરવાની અરજી સ્પે. કોર્ટમાં કરી હતી. કેસની ક્લોઝિંગ પુરસીસના અનુસંધાને આરોપીઓના એડ્વોકેટ ચેતન શાહે ત્રણ જુદી જુદી અરજી કરી છે. એસઆઈટીએ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે કેસ પુરવાર કરવા માટે 180થી વધુ સાક્ષીઓ કોર્ટ સમક્ષ તપાસ્યા હતા. સ્પે.કોર્ટમાં આરોપીઆેના એડ્વોકેટે કરેલી અરજી સ્પે. કોર્ટે દાખલ કરી આ અંગેની વધુ સુનાવણી 1 ઓગસ્ટના રોજ નિયત કરવામાં આવી છે.

અરજી 1: ગોધરાકાંડ સમયે કન્ટ્રોલ રૂમના ઈન્ચાર્જ ડીસીપી રાહુલ શર્માએ ટેલિફોનિક સિડી બનાવી હતી. તે સિડી હાલના તબક્કે ગુમ છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગે આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ સિડી સાથે ચેડાં કર્યાના આક્ષેપ સાથે આરોપી બનાવવાની અરજી કરી છે.
 
સાક્ષીઓની જુબાની લેવા સમન્સ પાઠવો

અરજી 2: કેસના તપાસ અધિકારી પી.એલ.માલની મેરથોન ઊલટતપાસ પૂરી થઈ હતી. ત્યારબાદ એસઆઈટીએ કેસ પૂરો કરવાની અરજી આપી હતી. એડ્વોકેટ ચેતન શાહે 300થી વધુ સાક્ષીની આ કેસમાં જુબાની લેવા માટે સમન્સની બજવણી કરવા દાદ માગતી અરજી કરી હતી.
 
મૈસૂરવાલાને આરોપી બનાવવા અરજી

અરજી 3: કેસની સુનાવણી થઈ તે સમયેથી શંકાના પરિઘમાં આવેલા નરોડા ગામના તત્કાલીન પી.આઇ. કે.કે.મૈસૂરવાલાને આરોપી બનાવવાની અરજી પણ તત્કાલીન ધારાસભ્ય માયાબેન કોડનાની મારફતે કરવામાં આવી હતી.

-કડી કેસમાં 11 દોષિત

મેડા આદરજ ગામે પિતા-પુત્રીને જલાવી દેવાની ઘટનામાં હાઈકોર્ટે 11 આરોપીને દોષિત ઠેરવ્યા છે. નીચલી કોર્ટે 27 આરોપીને નિર્દોષ મુક્ત કર્યા હતા. હાઈકોર્ટ આ 11 દોષિત આરોપીઓને 4 ઓગસ્ટે સજા સંભળાવશે.

દોષિત આરોપીઓ
- પટેલ મુકેશ અમ્રતલાલ
- પટેલ નરેન્દ્ર ચીમનલાલ
- પટેલ દિનેશ જશવંતલાલ
- પટેલ ગીરીશ અંબાલાલ
- પટેલ મુકેશ સોમાભાઈ
- પટેલ નિલેશ નારાણભાઈ
- પટેલ જનક રમેશભાઈ
- પટેલ ગીરીશ ચુનીલાલ
- પટેલ મુકેશ મહેન્દ્રભાઈ
- પટેલ કીરીટ ચંદુભાઈ
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો