નરેન્દ્રમોદીનો બર્થ ડે: 500 સ્ટુડન્ટ્સે કાલુપુર સ્ટેશને 3 ટન કચરો એકત્ર કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ‘એક દો તીન ચાર અમદાવાદને રાખો સાફ...’. કાલુપુર રેલ્વે સ્ટેશન પર શનિવારે રેલ્વેની આવન જાવન સાથે હાથમાં બેનર સાથે આ નારા વધારે સંભળાતા હતાં. સવારે કેચ ફાઉન્ડેશનના વોલિન્ટિયર અને 11 જેટલી સ્કૂલના 500 જેટલા બાળકો મળીને રેલ્વે સ્ટેશન પરથી 3 ટન જેટલો કચરો એકત્ર કરીને ‘મેરા સ્વચ્છ અમદાવાદ’ અભિયાનના શ્રીગણેશ કર્યા હતાં. 2 વર્ષથી મેરા સ્વચ્છ મોટેરા અભિયાન પછી તેમણે અમદાવાદને ક્લિન કરવાનું બીડું ઝડપ્યું છે.

-વડાપ્રધાન નરેન્દ્રમોદીના બર્થ ડે નિમિત્તે કેચ ફાઉન્ડેશન દ્વારા ‘મેરા સ્વચ્છ અમદાવાદ’ અભિયાન છેડાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બર્થ ડે નિમિત્તે આ કાર્યક્રમ યાેજનાર કેચ ફાઉન્ડેશનના ફાઉન્ડર ભરત સિસોદિયા કહે છે, ‘ અમે સ્વચ્છ હી સુંદર હૈ, સ્વચ્છ હી સ્વસ્થ હૈ’ની થીમ સાથે ‘મેરા સ્વચ્છ અમદાવાદ’ અભિયાન શરૂ કર્યું છે. અમારા આ અભિયાનમાં દૂન બ્લોસમ, પોદ્દાર ઈન્ટરનેશનલ, બ્રાઈટ સ્કૂલ, કુમાર અને કન્યા શાળાઓ તેમજ ગાંધીઆશ્રમ સ્કૂલ સહિતના વિદ્યાર્થીઓને તેમાં જોડ્યાં હતાં.

વિદ્યાર્થીકાળથી જ તેમનામાં સ્વચ્છતાના સંસ્કાર પડે તો તેઓ પોતાની ભાવિ પેઢીને પણ સ્વચ્છતા અંગે મેસેજ આપી શકે તે હેતુથી અમે આ બાળકોને જોડ્યાં હતાં. નુક્કડ નાટક તેમજ સ્વચ્છતા પર ગરબો કરાવ્યો હતો. ગાંધીજીનો સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મેસેજ સ્પ્રેડ ઓન થાય તે હેતુથી અમે બાળકને ગાંધીજી બનાવ્યાં અને અને જે કચરો ફેંકે તેને આ બાળ બાપુ પ્રેમથી કચરો ન ફેંકવા સમજાવતાં હતાં. અમારી સાથે આ કાર્યમાં રેલ્વેના ડીઆરએમ રાહુલ અગ્રવાલ, મેયર ગૌતમ શાહ અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પ્રવિણ પટેલ પણ જોડાયા હતાં.’
અન્ય સમાચારો પણ છે...