તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: મ્યુનિ. હોસ્પિટલોએ 300 ગંભીર નવજાતને સિવિલમાં ધકેલ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : સિવિલનાં એનઆઇસીયુમાં છ નવજાતનાં મોત બાદ હોસ્પિટલે વેન્ટિલેટર રિપેર કરાવવાથી લઇને નવાં વેન્ટિલેટર ખરીદવાની તજવીજ હાથ ધરી છે. સિવિલમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાંથી સેપ્ટીસિમિયા અને ઓર્ગન ફેલ્યોર જેવી ગંભીર હાલતમાં 300 નવજાતને સિવિલમાં ધકેલી દેવાયા છે અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ નવજાત બાળકને ત્રણથી ચાર દિવસ રાખ્યા બાદ ગંભીર હાલતમાં સિવિલમાં ધકેલે છે.

6 મહિનાથી LG, VS અને શારદાબહેનનું નવું તૂત

સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ.એમ. પ્રભાકરના જણાવ્યા મુજબ, એનઆઇસીયુ છ નવજાતના મોતની અમે ગંભીરતાથી નોંધ લીધી છે. જૂના વેન્ટિલેટર મશીનો કંડમ કરવાની સાથે નવાં વેન્ટિલેટર મશીનો માટે ઓર્ડર પણ આપ્યાં છે. છેલ્લાં છ મહિનાના આંકડા જોતા કોર્પોરેશન સંચાલિત વીએસ, એલજી અને શારદાબહેન જેવી હોસ્પિટલમાંથી 304 જેટલાં બાળકોને સેપ્ટીસિમિયા અને ઓર્ગન ફેલ્યોરની અવસ્થામાં સિવિલમાં મોકલ્યાં હતા.

ખાનગી હોસ્પિટલોય ગજવાં હળવાં કરી સિવિલમાં મોકલે છે

સિવિલ હોસ્પિટલનાં બાળ વિભાગનાં વડો ડો. કે. એમ. મહેરિયાના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં 100 બેડનું દેશનું સૌથી મોટું એનઆઇસીયુ છે. એનઆઇસીયુમાં બે દિવસમાં જે છ બાળકોનાં મૃત્યુ થયાં છે તે તમામ બાળકોને શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાંથી લવાયા હતા. પ્રાઇવેટ હોસ્પિટલો ઓછા વજન સાથે જન્મતા બાળકોને જન્મ પછી વેન્ટિલેટરની જરૂર હોય કે ન હોય વેન્ટિલેટર પર મૂકીને રોજનાં રૂ. 15થી 20 હજાર ખંખેરી લીધા બાદ ન્યુમોનિયા, સેપ્ટીસિમિયા, હાયપોથર્મિયા જેવી ગંભીર હાલતમાં સિવિલમાં ધકેલી દે છે. અમે દરેક બાળકને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ પણ અત્યંત ગંભીર હાલતમાં આવેલા નવજાત બાળકને બચાવી શકાતું નથી.
અન્ય સમાચારો પણ છે...