અમદાવાદ : 385 સ્કૂલોમાં મચ્છરોના બ્રીડિંગનું ચેકિંગ, 32ને નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : કેટલાંક દિવસથી શહેરમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને તેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ સફાળો જાગ્યો છે. મચ્છરોનો ઉપદ્રવ ડામવા અને રોગચાળો વકરતો અટકાવવા તેમજ સફાઈ ઝુંબેશ સઘન બનાવવા સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. મચ્છરોના લાર્વા શોધીને તેના નાશ કરવા કન્સ્ટ્રક્શન સાઈટો, શાળાઓ, સહિત વિવિધ સ્થળોનો સર્વે કરીને પેનલ્ટી કરવા સહિતના પગલાં લેવાઈ રહ્યા છે.

ડેન્ગ્યુ-મેલેરિયાને વકરતો રોકવા મ્યુનિ. હેલ્થ વિભાગ સફાળો જાગ્યો

તાજેતરમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના ડેન્ગ્યૂના કારણે મૃત્યુ થયા હતા અને આ ઘટનાને પગલે મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને તંત્ર દોડતું થયું છે. મચ્છરોનો ઉ‌પદ્રવ અટકાવવા માટે હોટલો, રેસ્ટોરેન્ટ, કન્સ્ટ્રક્શન સાઈટ, શાળાઓ, વગેરે સહિત મચ્છરોના લાર્વાની શક્યતા ધરાવતા સ્થળોનો સર્વે હાથ ધરીને લાર્વાનો નાશ કરવા તેમજ સ્કૂલોને દંડ ફટકારાય છે.

શહેરના દરેક ઝોનના વિવિધ વોર્ડમાં ઈન્ડોર રેસીડેન્શિયલ સ્પ્રે, એન્ટિ લાર્વાલ કામગીરી ઈન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લાં 5 દિવસ દરમિયાન જુદા જુદા વોર્ડમાં 385 સ્કૂલનું ચેકિંગ કરાયું હતું. મચ્છરોના પોરા જોવા મળતાં 32 સ્કૂલને નોટિસ અપાઈ છે અને રૂ.11,500નો દંડ વસૂલ કરાયો છે. વટવામાં આશિષ એન્ડ બ્લેજી વિદ્યાલય, લાંભામાં ડીવાઈન લાઈફ સ્કૂલ અને નિકોલમાં આર.સી. વઘાણી તથા અગ્રસેન વિદ્યાલય પાસેથી દંડ વસૂલાયો છે.
5 દિવસમાં કરાયેલ ચેકિંગ
ઝોનસ્કૂલનોટિસદંડ (રૂા.)
મધ્ય7421,000
ઉત્તર5215-----
પૂર્વ8907,000
પશ્ચિમ959------
દક્ષિણ4633,500
નવા પ.291----
કુલ3853211,500
અન્ય સમાચારો પણ છે...