• Gujarati News
  • More One Application Filed Against ACP Kanan Desai And Raviya For Million Rupees Cracking

અમદાવાદ : ડો. કાનન, રવિયાનું ડ્રાઈવઈન રોડ પરના દરોડામાં પણ લાખોનું સેટિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-મહિલા ક્રાઈમબ્રાંચના ACP-PI સામે આક્ષેપ કરતી અરજી
-રોયલ ઈનમાંથી ઝડપાયેલા દલાલ સાથે પણ ખેલ પાડ્યો
 
અમદાવાદ : દેહવિક્રયના ગોરખધંધામાં દલાલો વિરુદ્ધ હળવી કલમો લગાવી 25 લાખનો તોડ કરનારાં મહિલા ક્રાઈમબ્રાંચના એસીપી ડો. કાનન દેસાઈ અને પીઆઈ દિવ્યા રવિયા વિરુદ્ધ વધુ એક આક્ષેપ લગાવતી ફરિયાદ સામે આવી છે. નવેમ્બર 2014માં ડ્રાઈવ-ઇન રોડ પરની રોયલ ઈન હોટેલમાં દેહવિક્રયનો ધંધો ચલાવતા દલાલ ઉમેશલાલ ઉર્ફે રાજા અગ્રવાલને ઝડપી તેના વિરુદ્ધ હળવી કલમો લગાવવા લાંચ લીધા બાદ તેને મુક્ત કરાવવા સેટિંગ કર્યું હોવાના ફરિયાદ સામે આવી છે.

એડ્વોકેટ રાજેન્દ્ર શુક્લની આક્ષેપ કરતી ફરિયાદ અનુસાર એસીપી ડો. કાનન દેસાઈએ બાતમીના આધારે એક વેબસાઈટ પર મૂકેલા ફોન નંબરના આધારે પોલીસના માણસ સાથે રાજા નામના દલાલનો સંપર્ક સાધ્યો હતો. આ દલાલને ફોન કરતા ડ્રાઈવ ઈન રોડ પરની હોટેલ રોયલ ઈનમાં રૂપલલનાઓ સપ્લાય કરતો હોવાનું જાણ થયું હતું. 16 નવેમ્બર 2014માં એસીપી ડો.કાનન દેસાઈ અને પીઆઈ દિવ્યા રવિયાએ હોટેલ રોયલ ઈનમાં દેહવિક્રય માટે યુવતીઓ સપ્લાય કરનારા દલાલ ઉમેશલાલ ઉર્ફે રાજા અગ્રવાલની ધરપકડ કરી હતી.

-રાઉડી રાઠોડની ડાન્સરના કેસમાં  પણ તોડનો આક્ષેપ

ડો. રાજેન્દ્ર શુકલના આક્ષેપો અનુસાર ‘રાઉડી રાઠોડ’ ફિલ્મની ડાન્સર સનાખાનના કિસ્સામાં પણ આરોપીઓને છોડી દેવા 20 લાખ રૂપિયાની લેવડ-દેવડ ડો.કાનન દેસાઈએ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

-લાંચની રકમ મુજબ આરોપી અંગે નિર્ણય થતો હતો

ડો.રાજેન્દ્ર શુકલના આક્ષેપ પ્રમાણે ડો.કાનન દેસાઈ અને દિવ્યા રવિયા એક ખાસ મોડસ ઓપરેન્ડી ધરાવતા હતાં. જેમાં અનૈતિક વેપાર ચલાવતી હોટેલો અથવા ક્લબોના માલિકોને આરોપી બનાવવા કે ન બનાવવા તે લાંચની રકમની ઉપર નક્કી કરવામાં આવતું હતું. રોયલ ઈન હોટેલના કેસમાં લાંચની રકમ પ્રમાણે માલિકોને આરોપી બનાવવામાં આવ્યાં ન હતાં.