તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ : પકવાન, ઈસ્કોન સહિતના ચાર રસ્તે વધુ 250 CCTV લગાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : પિક અવર્સમાં વાહનચાલકોથી ધમધમતા એસજી હાઈવે પરના પકવાન, ઈસ્કોન, થલતેજ, હેબતપુર સહિતના ચાર રસ્તા સહિતના શહેરના મહત્વના રસ્તાઓ ઉપર વધુ 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા લગાવવા માટેનું બજેટ મંજૂર થઇ જતા આગામી 100 દિવસમાં કેમેરા લાગી જશે. અગાઉ શહેરના મોટા ભાગના ચાર રસ્તાઓ ઉપર 1275 જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે. જેમાંથી 600 કેમેરાનું મોનિટરિંગ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાંથી અને બાકીના કેમેરાઓનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલમાંથી કરવામાં આવી રહ્યું છે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ થતા 675 કેમેરાઓના આધારે જ વાહનચાલકો માટે ઈ - મેમો જનરેટ કરવામાં આવી રહ્યા છે.
બજેટ મંજૂર, 3 મહિનામાં કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કરાશે

જ્યારે આ 250 કેમેરા લાગી ગયા બાદ ઈન્ટરનેટની મદદથી તમામ કેમેરાઓનું એક જગ્યાએથી મોનિટરિંગ થશે. આ અંગે સેકટર-1 ના સંયુકત પોલીસ કમિશનર રાજીવ રંજન ભગતે જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદના મહત્વના ચાર રસ્તાઓ તેમજ રિવરફ્રન્ટ અને કોર્પોરેશનના બગીચાઓમાં મળીને એક 1275 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી રાજ્ય સરકારની સુરક્ષા યોજનામાંથી 450 સીસીટીવી કેમેરા લગાવાયા છે.
અન્ય સમાચારો પણ છે...