તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાના ધર્મોએ જેવા સંતનાં લક્ષણો ગણાવ્યાં છે તે સ્વામીજીમાં હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એટલે નિસ્વાર્થ સેવારત જીવન. જેમણે પોતાના સમગ્ર જીવનની પળેપળ સમસ્ત માનવજાત માટે ખર્ચીને સાચા અર્થમાં સંતનું બિરૂદ શોભાવ્યું હતું. અસંખ્ય લોકોના જીવનમાં સતત સ્નેહ અને માર્ગદર્શન આપનાર આ મહાન સંતે ભારતીય સંસ્કૃતિના દિગ્વિજયનું કાર્ય જગતભરમાં કર્યુ હતું. તેઓ સાચા અર્થમાં કરૂણાનો ભાવ હતાં. તેઓના આધ્યાત્મિક જીવનથી પ્રભાવિત થઇને અસંખ્ય લોકોના જીવન પરિવર્તન થયા હતા.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા હોવા છત્તાં તેઓ એક નાનામાં નાના બાળકના પણ આત્મીય સ્વજન બની રહ્યા હતાં. વિશ્વના માદ્યાતાઓ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લીન્ટનથી લઇને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને અનેક મહાન સંતો પૂજ્ય દલાઇ લામાથી માંડીને ભારતીય સાધુ સમાજના મૂળજન્ય મહાપુરુષોએ તેમને સમાજમાં એક આદર્શ સંત તરીકે બિરદાવ્યા હતાં. તેમની માનવસેવાના ક્ષેત્રમાં એકપણ ક્ષેત્ર એવું ન હતું કે જ્યાં નિસ્વાર્થ ભાવે પોતાની સેવા તેમણે આપી ન હોય.
અનેક પેઢીઓ પૂજ્ય પ્રમુખ સ્વામીજીના સાનિધ્યનો અનુભવ કરતી રહેશે

ભારતીય આદ્યાત્મિક શાસ્ત્રોમાં કે વિશ્વના અન્ય ધર્મોમાં મહાન સંતોમાં જે ઉત્તમ લક્ષ્ણો કહ્યા છેે. તે તમામ લક્ષ્ણોનું દર્શન લાખો લોકોએ તેમનામાં સ્વભાવિક રીતે કર્યુ હતું.તેમની વિદાય સ્વામિનારાયણ સંપ્રદાય માટે નહી પણ સમગ્ર વિશ્વના આધ્યાત્મિક જગત માટે ઘેરા આઘાતની અનુભૂતિ કરાવે છે. આવનારી અનેક પેઢીઓ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સર્જેલા મહાન સીમા ચિહ્નો જેવા કે, અક્ષરધામ, શાળાઓ હોસ્પિટલો મંદિરો બાળ યુવા સંસ્કાર કેન્દ્રો વગેરે દ્વારા તેમના સાનિધ્યનો અનુભવ કરતી રહેશે. આવા મહાન સંતનું ઋણ ક્યારેય ચુકવી શકાતુ નથી. પૂજ્યશ્રીના ચરણોમાં પ્રણિપાત કરીને તેમના ચિંધેલા માર્ગે ચાલીએ એ જ તેમને આપણી સાચી ભાવ અંજલી બની રહેશે.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો