તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘નો યોર પોલીસ સ્ટેશન એપ’ લોન્ચ, કોઈ પણ પોલીસ સ્ટેશનની હદ માત્ર એક ક્લિક દૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: હવે પોલીસ સામાન્ય માણસને હદના મામલે ધક્કે નહીં ચડાવી શકે. ગૃહવિભાગે તાજેતરમાં જ ‘નો યોર પોલીસ સ્ટેશન’(તમારા પોલીસ સ્ટેશનને જાણો) નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જીપીએસની મદદથી આ એપના આધારે ગુજરાતના ગમે તે ખૂણે ઊભા રહીને તે વિસ્તાર કયા પોલીસ સ્ટેશનની હદમાં છે તેનું નામ અને તેના લેન્ડ લાઈન નંબર 10 સેકન્ડમાં જાણી શકાશે.આ એપ લોન્ચ થવાથી બે પોલીસ સ્ટેશન વચ્ચેના હદના વિવાદનો અંત આવશે.
એપ કોઇ પણ સ્થળે પોલીસ સ્ટેશનની હદ જણાવી દેશે
બે પોલીસ સ્ટેશનની વચ્ચે કોઇ ઘટના બને ત્યારે બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ વચ્ચે વિવાદ થાય છે. જ્યાં પોલીસ જ હદના મામલે ઝઘડી રહી હોય ત્યાં સામાન્ય માણસ માટે તો તેને કયા પોલીસ સ્ટેશનમાં જવું તે જાણવું બહુ અઘરું બની ગયું હતું. જેથી પોલીસ અને સામાન્ય માણસ ઘટના સ્થળ ઉપર ઊભો રહીને તે જ્યાં ઊભો છે તે લોકેશન ગુજરાતના કયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તે જાણી શકે તે માટે ગૃહવિભાગે ‘નો યોર પોલીસ સ્ટેશન’ નામની એપ લોન્ચ કરી છે. મહત્વની વાત તો એ છે કે ગૃહવિભાગની આ એપનો ઉપયોગ સામાન્ય માણસો કરતાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સૌથી
વધારે કરે છે.
10 સેકન્ડમાં સ્ટેશનની હદ સ્ક્રીન પર આવી જશે

આ ‘નો યોર એપ્લિકેશન’ મોબાઈલમાં જીપીએસ ચાલુ કરીને ઓપન કરશો તો તેમાં અક્ષાંશ-રેખાંશ લખેલુ આવશે.તેમાં ક્લિક કરશો ત્યાર બાદ 10 સેકન્ડમાં જ સ્ક્રીનમાં આપ જે પણ જગ્યાએ હશો તે જગ્યા રાજ્યના કયા પોલીસ સ્ટેશનની હદમાં છે તેનું નામ અને લેન્ડ લાઈન નંબર આવી જશે.
લોકેશન દ્વારા પોલીસ સ્ટેશન પણ જઈ શકાશે

હાલમાં તો ‘નો યોર પોલીસ સ્ટેશન એપ’ની મદદથી ગુજરાતના ગમે તે ખૂણે ઊભા રહીને તે વિસ્તાર કયા પોલીસ સ્ટેશનની હદમાં છે તે જાણી શકાશે. પરંતુ આગામી દિવસોમાં ઘટના સ્થળ પરથી પોલીસ સ્ટેશન જવાનો રસ્તો પણ જાણી શકાય તેવી એપ લોન્ચ કરવામાં આવશે.
અન્ય 5-6 એપ પણ લોન્ચ કરવામાં આવશે

‘નો યોર પોલીસ સ્ટેશન એપ્લિકેશન જૂન મહિનાના અંતમાં જ લોન્ચ કરવામાં આવી છે. જોકે આગામી દિવસોમાં આ જ પ્રકારની અન્ય 5- 6 એપ લોન્ચ કરવાની યોજના છે. જેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આવી એપથી જનતાને ઘણો ફાયદો થશે. - મનોજ અગ્રવાલ, ગૃહ સચિવ
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો