અક્ષરધામ ફ્લેટના રહીશોનું સ્થળાંતર, દીવાલ તૂટતા પાયા હચમચી જતાં ફફડાટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : વસ્ત્રાલમાં આરએએફ કેમ્પ સામે વેદરાજ હાઇટસ બિલ્ડરની બેદરકારીના કારણે અક્ષરધામ રેસીડન્સીની દિવાલ અને ભેખડ ધસી પડતાં 70 પરિવારો છેલ્લા ત્રણ દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. પાંચ માળના આ ફલેટના પિલ્લરોને અડીને 200 ફુટ લાંબી કંમ્પાઉન્ડ વોલમાં 60 ફુટ જેટલો વોલ સહિતનો ભાગ 15 ફુટ ઉંડો બેસી જતાં રહીશોમાં આક્રોશ ફેલાઇ ગયો હતો. જો કે વેદરાજ હાઇટસના બિલ્ડર પોતાની જવાબદારી સ્વીકારી તાબડતોબ કામકાજ ચાલુ કરી દેતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

વસ્ત્રાલના ફ્લેટની દીવાલ તૂટતા પાયા હચમચી જતાં ફફડાટ

અક્ષરધામ ફલેટની દિવાલ ધડાકાભેર ધરાશયી થતાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દિવાલ પડ્યા બાદ કંમ્પાઉન્ડમાં ભેખડ ધસી પડતા ડ્રેનેજ લાઇન ડેમેજ થઇ હતી. ગમે ત્યારે ફલેટ ધરાશયી થાય તેવા ભયના કારણે સોમવારે રાત્રે આ બ્લોકના 10 જેટલા પરિવારો નજીકના મિત્રો અથવા તો બીજાના ઘરે રહેવા જવાની ફરજ પડી હતી.

‘બિલ્ડરનું ધ્યાન દોર્યું તો તેણે અમારી સાથે અયોગ્ય વર્તન કર્યું’

બપોરે દિવાલ પડતા રહિશો ભયના માર્યા નીચે આવ્યા હતા. નીચે જોયું તો ત્યારે ફલેટ પડી જાય તેવું હતું. ત્યારબાદ મસમોટું ગાબડું પડતા બીજાના ઘરે રહેવા જવું પડ્યું હતું. - વર્ષાબેન ગજજર

અમારા બ્લોક પાછળ ખોદકામ ચાલે છે. જેસીબી ફલેટની દિવાલ સાથે અથડાતા દિવાલ તૂટતા અમે ગભરાઇ ગયાં હતાં. બિલ્ડરનું ધ્યાન દોરતા અમારી સાથે અયોગ્ય વર્તન કર્યું. - પલક પટેલ

મારી સ્કીમમાં બાજુમાં બેઝમેન્ટનું ખોદકામ ચાલું હતું ત્યારે અમારા ફલેટની દિવાલ ટુટી ગઇ હતી. વેદરાજ બિલ્ડરની બેદરકારીથી આ ઘટના સર્જાઇ છે. - ભાવેશ ઠકકર, અક્ષરધામના બિલ્ડર

અમારી સાઇટમાં બેઝમેન્ટનું કામકાજ ચાલું છે. જેસીબી મશીનના કારણે દિવાલ પડી હતી. અમારી જવાબદારી સમજીને તાત્કાલિક સમારકામ ચાલુ કર્યું છે. ડ્રેનેજ સિસ્ટમનું સમારકામ કરાવી દીધું છે. ગુરુવારે વોલ બનાવી દઇશું. - જયમીન રાઠોડ, એન્જીનીયર વેદરાજ હાઇટસ
અન્ય સમાચારો પણ છે...