તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેટ્રો સિટીના 20 લાખ લોકો 13થી 18 ઓગસ્ટની રજાઓમાં ફરવા જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : આગામી સપ્તાહે સોમવારે 15 ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન અને ત્યારપછી 18મીએ રક્ષાબંધનની રજા આવે છે. આમ 13 ઓગસ્ટને શનિવારથી જ 6 દિવસના મિની વેકેશનને માણવા થનગની રહેલા મેટ્રોસિટીના રહીશોએ આગોતરું આયોજન કર્યું હોવાનું એસોચેમના એક સરવેમાં જાણવા મળ્યું છે.આ સરવેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, જયપુર, ચેન્નાઈ, કોલકાત્તા, ચંડીગઢ, દિલ્હી, લખનૌ, વગેરે મહાનગરોના 350 ટૂર ઓપરેટરો પાસેથી તેમજ ટ્રાવેલ પોર્ટલ અને હોટેલોના સંચાલકોને આવરી લેવાયા હતા. અંદાજે 18 થી 20 લાખ પ્રવાસીઓ પ્રખ્યાત અને જોવાલાયક સ્થળે રજા માણવા જશે.

એસોચેમનો સરવે: મિની વેકેશન માટે લોકોનું આગોતરું આયોજન

એસોચેમના સરવેમાં જણાવાયું છે કે, 2015ની સરખામણીએ ચાલુ વર્ષે સ્વાતંત્ર્ય દિન સહિતની રજાઓમાં નજીકના પર્યટન સ્થળે જનાર પ્રવાસીઓની સંખ્યામાં 42 ટકાનો વધારો નોંધાયો છે. 13 ઓગસ્ટથી માંડીને 18 ઓગસ્ટે રક્ષાબંધન સહિત આખું અઠવાડિયું પ્રવાસ માટેનું પ્લાનિંગ કર્યું છે. એસોચેમના જનરલ સેક્રેટરી ડી. એસ. રાવતે જણાવ્યું છે કે, મિની વેકેશન- ટૂંકાગાળાની રજાઓમાં ડોમેસ્ટિક ટ્રાવેલમાં વધારો નોંધાયો છે.

જયપુર, મનાલી, મસૂરી, નૈનિતાલ, સિમલા, ઋષિકેશ, ધરમશાલા, આગ્રા, ગોવા, માઉન્ટ આબુ, સહિત જોવાલાયક સ્થળે હોટલોના બુકિંગમાં નોંધપાત્ર બુકિંગ થયું છે. અંબાજી, ગીર, કચ્છ, ઉદયપુર, દીવ, વૈષ્ણોદેવી, મથુરા, વૃંદાવન, વગેરે સહિત ધાર્મિક અને જોવાલાયક પ્રવાસન સ્થળો પર્યટકોની પ્રથમ પસંદગી છે. 47 ટકા વર્કિંગ કપલ્સે વીક એન્ડ ગાળવા માટે અગાઉથી આયોજન કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...