તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળ શનિની યુતિ દેશમાં સાશકો સામે વિરોધ લાવશે, આંદોલનો પણ ફરી કાર્યરત થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં શનિ અને મંગળની યુતિ ચાલી રહી છે. શનિની અંશાત્મક દ્રષ્ટિ સૂર્ય અને રાહુ ગ્રહ પર પણ પડે છે. તેને કારણે સત્તાધિશો તથા ઉચ્ચપદ પર રહેનારા લોકોને પદભ્રષ્ટ થવાની સંભાવના રહેલી છે. આ સાથે સત્તાધિશોની કિર્તી અને પ્રતિષ્ઠા પણ જોખમાય તેવી સંભવના રહેલી છે. એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના જ્યોતિષાચાર્યો દ્વારા આ અંગેની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેમાં આગામી સમયમાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન આવવાની પણ સંભાવના સેવવામાં આવી રહી છે.

જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની સંભાવના

આ સમયગાળા દરમિયાન સત્તાધિશો તથા સત્તા સાથે સંકળાયેલા લોકોને સૌથી વધુ અસર પહોંચે તેવુ લાગી રહ્યું છે. જ્યોતિષાચાર્ય પ્રદ્યુમ્ન ભટ્ટના જણાવ્યાનુસાર, સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારતને પાડોશી દેશો સાથે સંબંધો વધુ વણસવાની સંભાવના રહેલી છે. દુનિયાભરના મોટા દેશના સત્તાધિશો કલંકિત થાય તેવું પણ બનવાની પુરેપુરી શક્યતા છે. ઉપરોક્ત સમય દરમિયાન જમ્મુ અને કાશ્મીર કે જ્યાં હાલ અશાંતિનો માહોલ છે ત્યાં આગળ વધુ સમસ્યા ‌વણસે તેવી શક્યતા છે.

સપ્ટેમ્બર 16 શરૂઆતથી જ સત્તાધિશો માટે કસોટીનો તથા ઐતિહાસીક સમય બનીને રહેશે

ઉચ્ચ સત્તાધિશો લાંબી આકસ્મીક લાંબા ગાળાની માંદગીનો ભોગ બને તથા બિમારીનો શિકાર બને તેવી પણ બની શકે તેમ છે. પ્રતિષ્ઠિત કલાકારો કે કળા, સાહિત્ય સાથે સંકળાયેલી વ્યક્તિનું અકાળે મૃત્યુ થઇ શકે છે. આતંકવાદી પ્રવૃતિઓ આગામી સમયમાં વધશે. કોઇ જાણીતી વ્યક્તિ પણ આતંકવાદી પ્રવૃતિનો શિકાર બને તો નવાઇ નહીં. સપ્ટેમ્બર 16 શરૂઆતથી જ સત્તાધિશો માટે અતિ કસોટીનો તથા ઐતિહાસીક સમય બનીને રહેશે.

દેશમાં ચાલી રહેલા આંદોલનો પણ ફરી કાર્યરત થશે

હાલમાં દેશભરમાં જે પ્રકારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જણાઇ રહી છે. તેમાં આગામી સમયમાં વધારો થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. તેનું મૂળ કારણ એમ છે કે, હાલમાં ચાલી રહેેલી શનિ મંગળ ગ્રહની યુતિને કારણે સત્તાધિશોની માનસિક સ્થિતિને પણ અસર પહોંચશે. જેને લીધે તેઓ નિર્ણય લેવામાં થાપ ખાય તેવું પણ બની શકે છે. ખોટાનિર્ણયને કારણે પણ દેશનું વાતાવરણ ડહોળાઇ શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો