• Gujarati News
  • Many NRI Parents Child Study In SGVP For Teach Indian Culture

અમને ફોરેન સ્ટડી નહીં પણ ઈન્ડિયન કલ્ચર ગમે છે : NRI પેરેન્ટ્સનાં બાળકો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાન (એસજીવીપી)માં એવા 35 સ્ટુડન્ટ્સ શિક્ષણ લઇ રહ્યાં છે, જેમના માતા-પિતા દરિયાપાર રહે છે, મતલબ કે તેઓ એનઆરઆઇ છે અને બાળકોને અહીં અભ્યાસ કરવા માટે મોકલ્યા છે. તેઓનો હેતુ એવો છે કે બાળકનું ભણતરની સાથે યોગ્ય ઘડતર પણ થાય અને તે સાંસ્કૃતિક રીતે સમાજ સાથે કનેક્ટ રહી શકે.

અમદાવાદ: ફોરેનમાં વેસ્ટર્ન કલ્ચરની ઈફેક્ટ વચ્ચે આજે પણ એવા ગુજરાતીઓ છે જે પોતાના બાળકમાં ભારતીય સંસ્કાર વારસો જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ છે. આ માટે આવા પેરેન્ટ્સ ભલે ઓસ્ટ્રેલિયા, યુકે, યુગાન્ડા કે બીજા કોઈ દેશમાં હોય છતાં પણ પોતાના બાળકને અમદાવાદમાં ભણાવવાનો આગ્રહ રાખે છે. હાલ આવા 35 જેટલા એનઆરઆઈ પેરેન્ટ્સના બાળકો એસજીવીપી (સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાન)માં ધો.5થી લઈને 12 સુધીનો સ્ટડી કરી રહ્યાં છે.

હાલ આવા 35 જેટલા એનઆરઆઈ પેરેન્ટ્સના બાળકો ગુરુકુળમાં ભણતા શહેરના લોકલ સ્ટુડન્ટસ સાથે મિક્સ થઈને સ્ટડીની સાથે સાથે સ્પોર્ટ્સ, હોર્સ રાઈડિંગ અને વેલકમ મોન્સૂન જેવી એક્ટિવિટીમાં પણ ભાગ લે છે. વિદેશમાં રહેતા પેરેન્ટ્સ બાળ‌કોને ઉચ્ચ શિક્ષણની સાથે સાથે એવા સંસ્કાર આપવાના પણ આગ્રહી છે જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય.

લંડનને બદલે અમદાવાદને ઘર બનાવ્યું...

મારા માટે અમદાવાદ જ મારું સાચું ઘર છે. મારા પેરેન્ટ્સ લંડનમાં બિઝનેસ કરે છે તેમ છતાં તેઓએ મને અમદાવાદમાં સ્ટડી કરવા માટે મૂક્યો છે જેથી મને ઈન્ડિયન કલ્ચર શીખવા મળે. શરૂઆતમાં હોસ્ટેલમાં મને ઘરની ખૂબ યાદ આવતી પણ અહીં રહેતા બીજા સ્ટુડન્ટ્સને જોઈને લાગ્યું કે અહીં જ મારું સાચુ ઘડતર થશે. -નિમેશ ભોજાણી, સ્ટુડન્ટ
સ્ટડીની સાથે વ્યક્તિત્વ વિકાસ

સ્ટડીની સાથે સાથે વ્યક્તિત્વ વિકાસ પણ જરૂરી છે. મારા પેરેન્ટ્સ ઓમાનમાં રહે છે. અમદાવાદથી તેઓ ત્યાં ગયા ત્યારે જ નક્કી કરેલું કે મને બે-ત્રણ વર્ષનું શિક્ષણ ગુરુકુળમાં અપાવશે. તેમના પ્રયાસને કારણે આજે હું અહીં છું અને સ્ટડીની સાથે સાથે આપણી ગુરુ પરંપરા અનુરૂપ શિક્ષણ મેળવી રહ્યો છું. -ધ્વનિલ પીઠવા, સ્ટુડન્ટ