તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય સરકારનો હુકમ: નબળી કામગીરી બદલ અઢાર ડિસ્ટ્રિક્ટ જજ ફરજિયાત નિવૃત્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસના વડપણ હેઠળની સમિતિએ નબળી કામગીરી બદલ રાજ્યના 18 ડિસ્ટ્રિક્ટ જજને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. તમામ જજને મંગળવારે જ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. હાઇકોર્ટની સૂચનાને પગલે રાજ્ય સરકારે 18 ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના લીગલ ઓફિસરને ફરજિયાત નિવૃત્તિ પર ઉતાર્યા છે. આ તમામ જજના કાર્યકાળની સમીક્ષા કરી જે ડિસ્ટ્રિક્ટ જજની કામગીરી નબળી જણાય તેમને ફરજિયાત નિવૃત્તિ કરી દેવાની ભલામણ કરવામાં આવે છે.

આદેશનો તાત્કાલિક અસરથી અમલ, નિવૃત્ત કરાયેલા જજને જાણ કરાઈ

હાઇકોર્ટ જજના નેતૃત્વમાં બનેલી સમિતિના અહેવાલની ચીફ જસ્ટિસ પણ સમીક્ષા કરે છે. એ પછી હાઇકોર્ટનો વહીવટી વિભાગ રાજ્ય સરકારને ભલામણ કરે છે. રાજ્ય સરકાર આ ભલામણના આધારે નબળી કામગીરી ધરાવતા ડિસ્ટ્રિક્ટ જજને ફરજિયાત નિવૃત્તિ કરવાનો હુકમ કરે છે.

આ રીતે નિર્ણય

50થી 55 વર્ષના ડિસ્ટ્રિક્ટ જજની કામગીરીની સમીક્ષા હાઇકોર્ટે નક્કી કરેલી જજની સમિતિ કરે છે. સમીક્ષા દરમિયાન જજે કેટલા કેસોનો નિકાલ કર્યો, કેસોની ગુણવત્તા તેમજ તેમના હુકમમાં કાયદાકીય ડેપ્થની ચકાસણી કરવામાં આવે છે. જે જજની કામગીરી નબળી હોય તેમને નિવૃત્ત કરી દેવા આ સમિતિ ચીફ જસ્ટિસને ભલામણ કરે છે. ચીફ જસ્ટિસ પણ સમિતિના નિર્ણયની ચકાસણી કરે છે. અંતે હાઇકોર્ટ રજિસ્ટ્રાર રાજ્ય સરકારને આવા જજને ફરજિયાત નિવૃત્તિ કરવાની ભલામણ કરે છે.

આ 18 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

- સતીશકુમાર પારેખ (ગાંધીધામ)
- યશોધરા પંડ્યા (ગોધરા- ડેપ્યુટેશન)
- પ્રહલાદભાઇ વાઘેલા (ગોધરા)
- શૈલેષ બેલાણી (લીગલ સેલ)
- રાજર્શી અધ્વર્યું (બનાસકાંઠા, દિયોદર)
- નાગર પરમાર (રાજકોટ- જેતપુર)
- છત્રસેન પટેલ (અમરેલી- રાજુલા)
- ભરતકુમાર પીઠવા (વડોદરા)
- દિલીપ પટેલ (અમદાવાદ ગ્રામ્ય)
- બાબુભાઇ ડાભી (મહેસાણા)
- જયેશ આચાર્ય (ખેડા- નડીયાદ)
- શ્રેણિક પટેલ (ગોધરા)
- જયદેવ ધાંધલ (કચ્છ - ભુજ)
- સેમ્યુઅલ ક્રિશ્ચન (ભરૂચ-અંકલેશ્વર)
- નિરંજન વ્યાસ (સુરત- બારડોલી)
- મનીષ આચાર્ય (તાપી- વ્યારા)
- બિપીનચંદ્ર જોષી (રાજકોટ)
- કંદર્પ ધોળકિયા (વડોદરા)
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો