તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલેરિયાના 6 હજાર શંકાસ્પદ કેસ પણ કેન્દ્રથી છુપાવવા 191 પોઝિટિવ બતાવ્યા, ડેન્ગ્યુના 17

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. છેલ્લા 6 દિવસમાં શહેરનાં પાંચ લાખ જેટલા ઘરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમો દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં છ હજાર જેટલા મેલેરિયાના શંકાસ્પદ કેસ હોવાનો ખુલાસો થયો હતો. જો કે, આમાંથી 191 કેસ જાહેર થયાનું પણ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. છ હજાર શંકાસ્પદ કેસની સામે 191 કેસ મેલેરિયા પોઝેટિવ જાહેર થવાની આંકડાકીય માહિતીમાં ખાસ્સો તફાવત છે ત્યારે આ તફાવત અંગે અનેક શંકા પ્રવર્તે છે. હકીકતમાં સાચા આંકડા છુપાવવા માટે શંકાસ્પદ આંકડા દર્શાવવામાં આવતા હોવાની ચર્ચા છે.

ઝેરી મેલેરિયાના 14 જ્યારે અન્ય 1080 જેટલા અન્ય રોગના કેસ મળી આવ્યા

વરસાદના અનિયમિત સંજોગો વચ્ચે શહેરમાં મચ્છરોની ઉત્પત્તિ વધતા મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધ્યા છે. મચ્છરોની ઉત્પત્તિ સ્થાનો શોધી તેને ડામવા માટેના હેલ્થ વિભાગના પ્રયાસો પણ એળે ગયા છે ત્યારે હવે મ્યુનિ.હેલ્થવિભાગે ઘરે ઘરે સરવે હાથ ધર્યો છે.ગઈ તા.29 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીમાં કરાયેલા સરવેમાં શહેરમાં કુલ 5.18 લાખ જેટલા ઘરમાં સરવે કરવામાં આવ્યો હતો.

6 દિવસમાં કોર્પોરેશને 5 લાખ ઘરમાં સરવે કર્યો: 22 લાખની વસતી આવરી લેવાઈ

આટલા ઘરમાં અંદાજે 22 લાખ જેટલી વસતી આવરી લેવાઈ હતી. આમાંથી 5975 જેટલા શંકાસ્પદ મેલેરિયાના કેસ સ્પષ્ટ થયા હતા. ડેન્ગ્યુના 17 જેટલા શંકાસ્પદ કેસ અને અન્ય 1080 જેટલા કેસ મળ્યા હતા. આમાંથી જાહેર થયેલા મેલેરિયાના કેસ અર્થાત્ સરકારી હોસ્પિટલોમાં નોંધાયેલા કેસની સંખ્યા 191 છે. જ્યારે 14 જેટલા કેસ ઝેરી મેલેરિયાનાં છે.

12 હજારથી વધુ ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન

શહેરના પાંચ લાખ ઘરમાં સરવે કરવામાં આવ્યો હતો. સાથેસાથે આ ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં 13 હજારથી વધુ ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન હોવાનું સ્પષ્ટ થયું હતું. આ 13 હજાર ઘરમાં 12 હજાર જેટલા પાત્રોમાંથી મચ્છરો મળી આવ્યા હતા. અહીં મચ્છરોનો નાશ કરવા માટે ફોગિંગ તેમજ દવાઓના છંટકાવની કામગીરી કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો