તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડજમાં ગાયો પકડવા ગયેલી મ્યુનિ. ટીમ પર હુમલો, માલધારીઓ લાકડીઓ લઈ તૂટી પડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : નવા વાડજ ગામ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેના કોર્પોરેશનના પ્લોટમાં ગાય પકડવા ગયેલા ઢોર પાર્ટી ઉપર માલધારીઓએ લાકડીઓ વડે હુમલો કરી પથ્થરમારો કરી ગાયને છોડાવી ગયા હતા. આ હુમલામાં ઢોર પાર્ટીના પીઆઈ, સેનેટરી ઈન્સ્પેકટર, એસઆરપીના બે જવાન સહિતના માણસો ઘવાયા હતા. ઢોર અંકુર નિવારણ શાખાના પીઆઈ આર.પી.પટેલ, સિનિયર સેનેટરી ઈન્સ્પેટકર પિયુશકુમાર જગદીશચંદ્ર વ્યાસ ટીમ સાથે શનિવારે સવારે રખડતી ગાયો પકડવા નીકળ્યા હતા.

માલધારીઓ લાકડીઓ લઈ તૂટી પડ્યા: ઢોર પાર્ટીના પીઆઈ-ઈન્સ્પે. સહિતના ઘાયલ

નવા વાડજ ગામ બસ સ્ટેન્ડ પાસેથી ઢોર પાર્ટી ખુલ્લા પ્લોટમાં રખડતી ગાયોને પકડીને ટ્રેકટરમાં ચડાવી રહ્યા હતા ત્યારે 10 જેટલા માલધારીઓએ હાથમાં લાકડીઓ અને ધોકા લઇને આવી પહોંચ્યા હતા અને કહ્યું હતુ કે અમારી ગાય કેમ લઇ જાવ છો.તેમ કહી માલધારીઓએ ઢોર પાર્ટી ઉપર લાકડીઓ અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં પીઆઈ પટેલ, સેનેટરી ઈન્સ્પેકટર પિયુશ વ્યાસ અને એસઆરપીના 2 જવાન ઇજાગ્રસ્ત થયા હતા.જ્યારે બાકીના ભાગી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો