ગુલબર્ગ કેસ: જાણો શું કહ્યું આજીવન કેદની સજાના 11 આરોપીનાં પરિવારજનોએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુલબર્ગ કેસમાં ડેઝીગ્નેટેડ કોર્ટે શુક્રવારે 24 પૈકીના 11 આરોપીને હત્યાના ગુના હેઠળ આજીવન કેદની સજા જાહેર કરતાં તેમના પરિવારજનોમાં શોક છવાયો હતો. ‘દિવ્ય ભાસ્કર’એ આ 11 આરોપીના પરિવારજનોનો સંપર્ક કરી તેમની વેદના સાંભળી હતી. પોતાના પતિ, પુત્ર કે ભાઈને નિર્દોષ છોડાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડશે. સજા પામેલા આરોપીઓનાં સંતાનોએ રોષ ઠાલવતાં કહ્યું કે, મોટા થઈને સારું શિક્ષણ મેળવી પોલીસ, વકીલ અને જજ બનીશું અને નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવી સજા કરવામાં આવે છે, તેવું નહીં થવા દઈએ.
 
કૃષ્ણકુમાર મુન્નાલાલ કલાલ  
 
કેસ : અહેસાન જાફરીની હત્યા અને આગ પ્રકરણમાં સંડોવાણી.
 
હું પોલીસ બની પપ્પા જેવા નિર્દોષોને છોડાવીશ :- કૃષ્ણની 70 વર્ષીય માતા ચંપાબહેને કહ્યું કે, મારો દીકરો હત્યારો નથી.  તેની 15 વર્ષીય પુત્રી તાન્યા કહે છે કે ‘હું મોટી થઈને પોલીસ બનીશ અને મારા પપ્પા જેવા નિર્દોષ લોકોને છોડાવીશ.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ગુલબર્ગ કેસમાં ડેઝીગ્નેટેડ કોર્ટે 24 પૈકીના 11 આરોપીને હત્યાના ગુના હેઠળ આજીવન કેદની સજા જાહેર કરતાં તેમના પરિવારજનોમાં શોક છવાયો
અન્ય સમાચારો પણ છે...