તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ: રખિયાલમાં મંદિર પાસે મોડી રાતે પથ્થરમારો, ગાડીના કાચ તોડી નાખ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : રખિયાલ ચાર રસ્તા ઉપર શુક્રવારે મોડી રાતે જોગણી માતાના મંદિર પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી હતી. તોફાની ટોળાએ પથ્થરમારો કરીને એક ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. ઘટનાની ગંભીરતાથી નોંધ લઇ દોડી આવેલા પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી દેતા પરિસ્થિતિ કાબૂમાં આવી ગઇ હતી. તેમ છતાં સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવાયું હતું.
સામાન્ય બોલાચાલીમાં ઝઘડો અને મારામારી થઇ

આ અંગે રખિયાલ પીઆઈ બી. પી. સોનારાએ જણાવ્યું હતુ કે બે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં ઝઘડો અને મારામારી થઇ હતી. જેના કારણે બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. બંને જૂથે કરેલા પથ્થરમારામાં એક ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. જોકે મોડી રાતે પરિસ્થિતિ પુન: વણસે નહીં તે માટે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઘટના સંબંધિત તસવીરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો