તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિશોરીએ જજની સામે જ બળાત્કારીને લાફા માર્યા , કોર્ટ સ્ટાફે વચ્ચે પડી છોડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ પ્રહલાદનગર ગાર્ડન પાસેના બિઝનેસ પાર્કમાં 3 દિવસ પહેલાં યુવાને 17 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. ધરપકડ બાદ પોલીસે યુવાનને ઓળખ પરેડ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટ રૂમમાં એ સમયે અન્ય 5 ડમી માણસો પણ હતા, પરંતુ કુમળી વયે જીવન ઝેર કરનારા નરાધમને જોતાં જ કિશોરી તેના પર ત્રાટકી અને મેજિસ્ટ્રેટ સમક્ષ લાફા ચોંડી દીધા.
 
સરખેજમાં વિધવા માતા અને 3 નાનાં ભાઈ-બહેન સાથે રહેતી 17 વર્ષની સપના (બદલેલું નામ) માતા સાથે બિઝનેસ પાર્કની ઑફિસોમાં સફાઈકામ કરે છે. 18 માર્ચે સપના લાકડાં શોધવા બિલ્ડિંગની પાછળની ઑફિસમાં ગઈ. ત્યાં કલરકામ કરતો ચાંદલોડિયાનો અજયકુમાર કિશનચંદ યાદવ (20) લાકડાં બતાવવાના બહાને કિશોરીને ઑફિસમાં લઈ ગયો અને બાથરૂમમાં લઈ જઈ બળાત્કાર કર્યો.
 
પીડાથી કણસતી કિશોરીએ રડતાં-રડતાં માતાને હકીકત જણાવી.  આઘાત અને રોષમાં માતાએ દોડીને અજયનો કૉલર ખેંચી બહાર લઈ આવી. આ દૃશ્ય જોઈ લોકો ભેગા થઈ ગયા અને અજયકુમારની ધોલાઈ કરી. દરમિયાન આનંદનગર પોલીસ આવી પહોંચી અને અજયને ઝડપી લીધો.
 
આગળ વાંચો...આરોપી સામે આવતા જ કશું બોલ્યા વગર કિશોરી મારવા લાગી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો