તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ'વાદ: કૂપન કોડ દ્વારા 46 પૈસામાં એક મિનિટ ખરીદી 60 પૈસામાં કોલ સેન્ટરને વેચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: કોલ સેન્ટર કૌભાંડમાં અમેરિકા કોલ કરવા માટે કોલ સેન્ટરોના માલિકોને કુપન કોડ દ્વારા ઈન્ટરનેટની મીનીટસ પૂરી પાડનાર કૃપાલ કિરિટભાઇ ઠક્કરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એમસીએ થયેલો કૃપાલ અમેરિકાથી 46 પૈસામાં એક મીનીટસ ખરીદીને કોલ સેન્ટરના માલિકોને 60 પૈસામાં વેચતો હતો. આમ દેશભરના 40 કોલ સેન્ટરોમાં મહિને 4 થી 5 લાખ મીનીટસ પ્રોવાઈડ કરીને કૃપાલ મહિને રૂ.10 લાખ કમાતો હતો.
વસ્ત્રાપુર અતિથિ હોટલ સામેની ગલીમાં મૌર્ય એટ્રીયા બિલ્ડીંગના ચોથા માળે ચાલતુ હિતેન્દ્ર દાવડા અને સંદપિ રાજવાણીનું કોલ સેન્ટર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યુ હતુ. બંને સંચાલક સહિત 19 જણાંની પોલીસે ધરપકડ કરી કોમ્પ્યુટર સેટ, મોબાઈલ ફોન, લેપટોપ, વીઓઆઈપી , મેજીક જેક સહિતના સોફટવેર મળીને કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસને જાણવા મળ્યું હતુ કે કોલ સેન્ટરોમાંથી અમેરિકન નાગરિકોને કોલ કરવા માટે એકસ-લાઈટ, વીઓઆઈપી,મેજીક જેક તેમજ આઈ બીમ જેવા સોફટવેરનો ઉપયોગ કરતા હતા. આ સોફટવેરની મદદથી ઈન્ટરનેશનલ કોલ કરવા માટે કોલ સેન્ટરના માલિકો મીનીટસ ખરીદતા હતા. હિતેન્દ્ર અને સંદિપની પૂછપરછમાં તેઓ આંબાવાડી શાકુન્તલ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા કૃપાલ કિરિટભાઇ ઠક્કર(38) પાસેથી મીનીટસ ખરીદતા હોવાની કબુલાત કરી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કૃપાલની ઓફિસમાં દરોડો પાડી તેની ધરપકડ કરી છે અને તેની ઓફિસમાંથી 1 સીપીયુ, 1 લેપટોપ, 1 વાઈફાઈ રાઉટર અને 1 મોબાઈલ ફોન કબજે કર્યા છે.
કૃપાલની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે તે અમેરિકાથી નોટ ફોર ઈન્ડીયા અને નોટ ટુ ઈન્ડીયા જેવી મીનીટસની ખરીદી કરતો હતો. વોટસએપ અને ઈમેલ દ્વારા કુપન કોડમાં અમેરિકાથી ટેક્ષ સાથે 46 પૈસામાં એક મીનીટસ ખરીદતો હતો. તે મીનીટસ તે કોલ સેન્ટરોના માલિકોને 60 પૈસામાં આપતો હતો. કૃપાલની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે તે અમદાવાદ તેમજ ભાવનગર ઉપરાંત કોલકાતા, મુંબઈ અને દિલ્હીના 40 કોલ સેન્ટરોમાં મહિને 5 લાખ મીનીટસ સપ્લાય કરીને મહિને રૂ.10 લાખ કમાતો હતો. પોલીસે આ તમામ કોલ સેન્ટર્સની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...